તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Monday, 21st July 2025
ઈરાન-સીરિયા બાદ હવે આ દેશ પર ઇઝરાયલનો હુમલો:ધમકી આપી કહ્યું તહેરાન જેવા જેવી હાલત કરી દેશે
યમનમાં પણ હુમલા કરવાની આપી ચીમકી:યમનના ઉગ્રવાદી સમૂહ હુતિને ટાર્ગેટ બનાવતા હુમલા શરૂ કર્યા:ફ્યુલ ટેન્કો સહીત જહાજોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા

નવી દિલ્હી: ઈઝરાયલે સીરિયા, લેબનન, ગાઝા અને તેહરાન સહિત મધ્ય-પૂર્વના ઘણા દેશો સાથે દુશ્મનાવટ કરી છે. થોડા સમય પહેલાં જ ઈરાન સાથે 12 દિવસ સુધી ભીષણ યુદ્ધ કર્યું હતું. જેમાં તેણે ઈરાનની રાજધાની તેહરાન પર અનેક બોમ્બ અને મિસાઈલો વડે હુમલા કર્યા હતાં. હવે યમનમાં પણ આ પ્રકારના હુમલા કરવાની ધમકી આપી છે. ઈઝરાયલે યમનના ઉગ્રવાદી સમૂહ હૂતીને ટાર્ગેટ બનાવતાં હુમલા શરૂ કર્યા છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાટ્ઝે જણાવ્યું હતું કે, જો હૂતી સંગઠને શરણાગતિ ન સોંપી તો યમનના પણ તેહરાન જેવા હાલ કરવામાં આવશે.
યમનના શહેર હુદેદામાં ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે હાલમાં થોડા સમય પહેલાં જ એક-પછી-એક અનેક હુમલા કર્યા હતાં. ઈઝરાયલનું કહેવું છે કે, અમે હૂતીના આતંકી ઠેકાણાં પર હુમલા કર્યા હતાં. કાર્યવાહી દરમિયાન તેમની ફ્યુલ ટેન્કો અને જહાજોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતાં. ઈઝરાયલે મિસાઈલો અને ડ્રોન વડે જે શહેર પર હુમલા કર્યા હતાં. તેના પર સ્પષ્ટતા આપતાં જણાવ્યું હતું કે, તે શહેરોમાં હૂતીઓએ મોટાપાયે ઈરાનને ટેકો આપવા હથિયારોનો સંગ્રહ કર્યો હતો. તદુપરાંત અહીં તેની ગતિવિધિઓ પર ચાલી રહી હતી.
ઈઝરાયલની સેનાએ આગળ કહ્યું કે, અમે હૂતી આતંકવાદીઓના ઠેકાણાંઓની ઓળખ કરી લીધી હતી. હુદેદાનો પોર્ટ તેમની ગતિવિધિઓનું મુખ્ય મથક બની ગયુ હતું. તદુપરાંત તેમની તરફથી ઉપયોગમાં લેવાયેલા હથિયારોને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા હતાં. ઈઝરાયલે જણાવ્યું હતું કે, જો યમને તેમને નિયંત્રિત ન કર્યા તો તેના હાલ પણ તેહરાન જેવા થશે. ઈઝરાયલ દ્વારા હુમલાઓ થશે, અને ગંભીર પરિણામ ભોગવવા પડશે.
(6:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
