<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

૫૦ વર્ષની નોકરાણીએ ૭૫ વર્ષના માલિક સાથે લગ્ન કર્યા

બીજા જ દિવસે બની ગઇ ૪૭ કરોડની માલકિના પતિના મોત પછી પત્‍નીના નામે જ તેની પ્રોપર્ટી થઈ જાય છે : પણ વિચારો કે જો કોઈ લગ્ન આજે થાય અને આગલા જ દિવસે તેના પતિનું મોત થઈ જાય અને પ્રોપર્ટી પત્‍નીના નામે થઈ જાય તો મરનારના પરિવારવાળાઓને કેવું લાગશે?

લંડન, તા.૨૩: પતિના મોત પછી પત્‍નીના નામે જ તેની પ્રોપર્ટી થઈ જાય છે. પણ વિચારો કે જો કોઈ લગ્ન આજે થાય અને આગલા જ દિવસે તેના પતિનું મોત થઈ જાય અને પ્રોપર્ટી પત્‍નીના નામે થઈ જાય તો મરનારના પરિવારવાળાઓને કેવું લાગશે? આવું જ કંઈક આયરલેન્‍ડના એક પરિવારમાં થયું છે. એક ૫૦ વર્ષની મહિલાએ ૭૫ વર્ષના વ્‍યક્‍તિ સાથે લગ્ન કર્યા જે તેની નોકરાણી અને કેરટેકર હતી. આગલા જ દિવસે પતિનું મોત થઈ ગયું અને તે ૪૭ કરોડ રૂપિયાની માલકિન બની ગઈ. ત્‍યાર બાદ પરિવારમાં સંપત્તિને લઈને ઝઘડાઓ શરૂ થઈ ગયા છે.

આયરલેન્‍ડના સ્‍ક્રેગન ગામમાં ૭૫ વર્ષીય અમીર જમીનદાર જોસેફ ગ્રોગનના મળત્‍યુ પછી તેમની વિધવા લિસા ફ્‌લેહર્ટી (૫૦) પર આરોપ લગાવાયો કે તેમણે માત્ર સંપત્તિ મેળવવા માટે લગ્ન કર્યા હતા, પરંતુ લિસા આ તમામ આરોપોને ‘બકવાસ અને નિરાધાર' કહી રહી છે. જોસેફ ગ્રોગન અને લિસાએ એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. લગ્ન ત્‍યારે થયા હતા જ્‍યારે ગ્રોગન બ્‍લડ કેન્‍સરના અંતિમ તબક્કામાં હતા.

 તેમને ખબર હતી કે તેમની પાસે વધુ સમય નથી, તેથી તેમણે લગ્ન પછી તેમની ૫.૫ મિલિયન (લગભગ રૂ.૪૭ કરોડ)ની સંપત્તિ લિસાના નામે કરવાની પ્રક્રિયા પૂરી કરી, પરંતુ ગ્રોગનનું મોત માત્ર ૨૪ કલાક પછી થઈ ગયું. તેના મળતદેહ થોડા જ કલાકોમાં દફનાવી દેવામાં આવ્‍યો, જેના કારણે મળત્‍યુનું કારણ શોધવું લગભગ અશકય બની ગયું. ત્‍યારબાદ લિસા અને ગ્રોગનના પરિવાર વચ્‍ચે ૨૩૦ એકર ખેતીની જમીન અને સંપત્તિને લઈને કાનૂની લડાઈ શરૂ થઈ ગઈ.

ગ્રોગનના પરિવારનો દાવો છે કે લિસા, જે જાન્‍યુઆરી ૨૦૨૩માં તેમના ઘરમાં કેરટેકર તરીકે રહેવા આવી હતી, માત્ર પૈસા અને જમીનની લાલચમાં હતી. તેઓ કહે છે કે લિસાએ ગ્રોગનની સંભાળના બહાને તેમનો વિશ્વાસ જીત્‍યો અને પછી લગ્ન કર્યા. જોકે, લિસાના નજીકના મિત્રો કહે છે કે આ સંબંધ નવો નથી. વર્ષ ૧૯૯૧માં જ્‍યારે લિસા ૧૬ વર્ષની હતી અને ગ્રોગન ૪૧ના, ત્‍યારે બંને વચ્‍ચે પ્રેમ સંબંધ શરૂ થયો હતો, જોકે, થોડા વર્ષો પછી આ સંબંધ તૂટી ગયો અને લિસાએ કોઈ બીજા સાથે લગ્ન કર્યા, જેના કારણે તેમના ત્રણ બાળકો થયા, પરંતુ ગ્રોગન સાથે તેમનો સંપર્ક જળવાઈ રહ્યો, અને તે તેમના બાળકો માટે પિતા જેવા હતા.

આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટમાં ઘણી વખત લિસા ભાવુક થઈને રડી પડી. ગ્રોગનના પરિવારનો આરોપ છે કે લિસાએ ગ્રોગનની સ્‍થિતિ બગડતા તેમને હોસ્‍પિટલમાં લઈ જવા જોઈતા હતા, ન કે તેમને ઘરમાં જ મરી જવા દેવા જોઈતા હતા. ગ્રોગનના સૌથી નજીકના મિત્રો પૈકીના એક, જો કીઝે કહ્યું - લોકો જે ઇચ્‍છે તે વિચારી શકે છે, પરંતુ લિસાને જે રીતે રજૂ કરવામાં આવી રહી છે તે યોગ્‍ય નથી. તે બંને આ સમુદાયમાં ખૂબ જ માનનીય લોકો હતા. લિસાએ જોસેફની સંભાળ પૈસા માટે નથી લીધી. આ બધું ખોટું છે.ૅ

જ્‍યારે ગ્રોગનના પરિવારના વકીલ ડેમિયન ટેન્‍સીએ કહ્યું કે જો આ સાબિત થાય છે કે ગ્રોગન અને લિસાનો સંબંધ તેની કિશોરાવસ્‍થામાં શરૂ થયો હતો, તો તે ગ્રોગનને ગુનેગારની શ્રેણીમાં લાવી શકે છેપ્ર જેને તેમનો પરિવાર સંપૂર્ણપણે નકારી કાઢે છે. આ દરમિયાન, લિસા ફ્‌લેહર્ટીએ જોસેફ ગ્રોગનનું ઉપનામ અપનાવીને જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવાનું શરૂ કર્યું છે. તે હવે તેમની જમીન અને ફાર્મની દેખરેખ કરી રહી છે, જ્‍યાં આયરલેન્‍ડની નેશનલ પ્‍લાઉઇંગ ચેમ્‍પિયનશિપ યોજાય છે. ગ્રોગનના સગા હવે આગળની કાનૂની પ્રક્રિયા પર વિચાર કરી રહ્યા છે, જેથી સંપત્તિને લઈને સત્‍ય બહાર આવી શકે

(9:56 AM IST)