News of Wednesday, 23rd July 2025
ઓએમજી.....યુક્રેન સહીત આ દસ દેશમાં ઝડપથી ઘટી રહી છે વસ્તી
તુવાલુ નામના દેશનું અસ્તિત્વ જોખમમાં મુકાયું:પશ્ચિમ-મધ્ય પ્રશાંત મહાસાગરમાં આવેલ આ ટાપુ દેશની વસ્તી માત્ર 10હજાર છે

નવી દિલ્હી: વિશ્વની વસ્તી ખૂબ જ ઝડપી વધી રહી છે. હજારો વર્ષોના અંતરાલમાં ધરતી પર માનવ વસ્તી એક અબજ સુધી પહોંચી ગઈ હતી. પરંતુ પછી એક અબજથી આઠ અબજ સુધી પહોંચવામાં માત્ર 200 વર્ષ લાગ્યા. વર્ષ 1960 થી અત્યાર સુધી એટલે કે 65 વર્ષમાં વિશ્વની વસ્તી 3 અબજથી વધીને આઠ અબજ સુધી પહોંચી ગઈ છે. પરંતુ આ જોરદાર વૃદ્ધિ વચ્ચે કેટલાક એવા દેશો છે, જ્યાં માનવ સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. આ સાથે તુવાલુ નામના દેશનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. પશ્ચિમ-મધ્ય પ્રશાંત મહાસાગરમાં આવેલા આ ટાપુ દેશની વસ્તી માત્ર 10 હજાર છે અને હવે તેમાં પણ ઘટાડો થઈ રહ્યો છે.
વર્ષ 2011માં વિશ્વની વસ્તી 7 અબજ હતી અને માત્ર 14 વર્ષમાં આ આંકડો વધીને એક અબજ પર પહોંચી ગયો છે. સંયુક્ત રાષ્ટ્રનો અંદાજ પ્રમાણે વર્ષ 2030 સુધીમાં વિશ્વની વસ્તી 8.6 અબજ પર પહોંચી જશે. અંદાજ પ્રમાણે વર્ષ 2050 સુધીમાં આ આંકડો 9.8 અબજ અને 2100 માં તે 11.2 અબજ થઈ જશે. પરંતુ યુક્રેન, જાપાન અને ગ્રીસ જેવા કેટલાક એવા દેશો છે, જ્યા વસ્તીમાં ઘટાડો થઈ રહ્યો છે. યુક્રેનમાં 2022-23 માં એટલે કે એક વર્ષની અંદર વસ્તીમાં 8.10 ટકાનો ઘટાડો થયો હતો. આ ઘટાડાનું કારણ દેશમાં ચાલી રહેલા યુદ્ધમાં લોકોના મોત અને દેશમાંથી મોટી સંખ્યામાં સ્થળાંતર હોવાનું માનવામાં આવે છે.
આ ઉપરાંત, તુવાલુ દેશની વસ્તીમાં 1.80 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ દેશની વસ્તી 10 હજાર છે, જે હવે ઘટીને માત્ર 9 હજારની આસપાસ છે. જો આ સંખ્યા આ રીતે ઘટતી રહેશે, તો એક દિવસ આ દેશમાં કોઈ માણસ નહીં હોય. તુવાલુ ઓસ્ટ્રેલિયા અને હવાઈ વચ્ચેનો એક ટાપુ દેશ છે. યુરોપિયન દેશ ગ્રીસની વસ્તીમાં પણ ઘટાડો થઈ રહ્યો છે અને એક દિવસમાં કુલ 1.60 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. તો, સાન મેરિનોની વસ્તીમાં 1.10 ટકાનો ઘટાડો થયો છે. કોસોવો લેન્ડલોક્ડની વસ્તીમાં પણ 1 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત રશિયાના પડોશી દેશ બેલારુસની વસ્તીમાં 0.60 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. બોસ્નિયા અને અલ્બેનિયાની વસ્તીમાં પણ આટલો જ ઘટાડો નોંધાયો છે.
તો હવે અહીં જાપાનની વાત કરીએ તો, જાપાનની વસ્તીમાં અડધા ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. જાપાનમાં તેનું એકમાત્ર કારણ જન્મદરમાં ઘટાડો છે. પરિસ્થિતિ એવી છે કે જાપાનમાં વસ્તી વધારવા માટે સરકારે અનેક પ્રોત્સાહનનો આપવાની જાહેરાત કરવામાં આવ્યા છતાં પણ લોકો બાળકો પેદા કરવા માંગતા નથી.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
