News of Wednesday, 23rd July 2025
આ દેશનો GDP રાતોરાત 30 ટકા વધી ગયો
આફ્રિકન મહાદ્વીપનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ નાઈજીરિયા હાલમાં છે ખુબજ ચર્ચામાં:તેમને તેના GDPની ગણતરી કરવાની પદ્ધતિ જ બદલી નાખી:લગભગ એક દાયકા બાદ આ પદ્ધતિમાં કર્યો ફેરફાર

નવી દિલ્હી: આફ્રિકન મહાદ્વીપનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ નાઇજીરીયા હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. નાઇજીરીયાએ એવો કમાલ કરી બતાવ્યો છે કે, જે અમેરિકા, ચીન અને જાપાન જેવા દેશો પણ અત્યાર સુધી નથી કરી શક્યા. આ દેશનો GDP રાતોરાત 30 ટકા વધી ગયો છે. પરંતુ મહત્ત્વની બાબત એ છે કે, નાઇજીરીયાએ આ સિદ્ધિ કેવી મેળવી એ જાણવા જેવું છે. નોંધનીય છે કે નાઇજીરીયાએ તેના GDPની ગણતરી કરવાની પદ્વતિ જ બદલી નાખી છે. દેશમાં GDPની ગણતરી કરવા માટેનો આધાર વર્ષ 2010ને બદલે 2019 કરી નાંખ્યો છે. નાઈજીરીયાની સરકારે લગભગ એક દાયકા બાદ આ પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર બાદ GDPમાં ઉછાળો જોવા મળ્યો. નાઇજીરીયાએ અપનાવેલી નવી પદ્ધતિ પ્રમાણે વર્તમાન દર મુજબ નાઈજીરીયાનો 2024નો GDP લગભગ 244 અબજ ડોલર છે. આ વિશ્વ બેંક દ્વારા અંદાજિત 187.76 અબજ ડોલર કરતા વધારે છે. તાજેતરના ફેરફાર પછી હવે નાઇજીરીયાની અર્થવ્યવસ્થા દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત અને અલ્જેરિયા પછી આફ્રિકન મહાદ્વીપમાં ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે.
આ અંગે સરકારનું કહેવું છે કે, હવે GDPમાં ડિજિટલ સેવા, ઉદ્યોગ, પેન્શન ફંડ અને અનૌપચારિક શ્રમ બજાર જેવા સેક્ટરોને ઉમેરવામાં આવ્યા છે. નિષ્ણાતોના મતે વિકાસશીલ દેશો મોટાભાગે તેમના અર્થતંત્રનું કદ મોટું બતાવવા માટે નિયમિતપણે આ પ્રકારની પદ્ધતિનો સહારો લેતા હોય છે. આ ઉપરાંત નિષ્ણાતોએ એમ પણ કહ્યું છે કે, દર દસ વર્ષે આ પ્રકારના ફેરફાર કરવા જરૂરી છે
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
