News of Wednesday, 23rd July 2025
જાપાન-યુરોપિયન યુનિયનના 28 દેશોએ ગાઝામાં કરી સંઘર્ષવિરામની માંગણી
ઇઝરાયલ ગાઝામાં લોકોને અપાતી મદદ પરનો પ્રતિબંધ હટાવી લે તેવી માંગણી કરી:28 દેશોએ સંયુક્ત વક્તવ્ય બહાર પાડીને પેલેસ્ટાઇનના ગાઝાપટ્ટી વિસ્તારમાં સંઘર્ષવિરામનું આહવાન કર્યું

નવી દિલ્હી: જાપાન અને યુરોપિયન યુનિયન સહિતના ૨૮ દેશોએ સંયુકત વકતવ્ય બહાર પાડીને પેલેસ્ટાઇનના ગાજાપટ્ટી વિસ્તારમાં તાત્કાલિક સંઘર્ષવિરામનું આહવાન કર્યુ છે જેમાં ઇઝરાયેલ ગાજામાં લોકોને અપાતી મદદ પરનો પ્રતિબંધ હટાવી લે તેવી માંગણી કરવામાં આવી હતી આ ઉપરાંત સંયુકત રાષ્ટ્ર તથા ગેર સરકારી માનવીય સંગઠનોને ઇઝરાયેલ તાત્કાલિક સુરક્ષિત અને અસરકારક રીતે જીવન બચાવ કામગીરી કરવા દે તેવી પણ વિનંતી કરવામાં આવી છે.
અમે તમામ પક્ષો અને આંતરરાષ્ટ્રીય સમુદાયને આગ્રહ કરીએ છીએ કે ભયાનક સંઘર્ષ સમાપ્ત કરવા માટે સૌએ એક થવું જોઇશે. આવી રીતે લોહી વહેવડાવવાથ કોઇ જ લાભ થવાનો નથી. ઉલ્લખનિય છે કે ગાજામાં નાગરિકોનો મુત્યુઆંક છેલ્લા કેટલાક સમયથી વધી ગયો છે. એક સ્થાનિક મીડિયા કેન્દ્રએ ગત સોમવારે માહિતી આપી હતી કે ઓકટોબર ૨૦૨૩માં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ શરુ થયા પછી પ્રથમવાર ઇઝરાયેલની થલસેનાએ મધ્યવર્તી ગાજા અને દીર અલ બલાહમાં કાર્યવાહી કરી છે.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
