<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

કંબોડિયાએ 60 વર્ષ જુના હથિયારોથી મચાવી તબાહી

60વર્ષ જુના હથિયારો કાઢીને થાઈલેન્ડ પર કહેર વર્તાવ્યો:બને દેશો વચ્ચે ચાલી રહેલ સંઘર્ષમાં અત્યારસુધીમાં 15 લોકોના મૃત્યુની માહિતી:અનેક લોકો ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ઘણાં વર્ષોથી બોર્ડરને લઈને વિવાદ તો ચાલી રહ્યો જ રહ્યો છે, એવામાં હવે 24 જુલાઈ, 2025થી બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. જેમાં કંબોડિયાએ 60 વર્ષ જૂના હથિયાર કાઢીને થાઈલેન્ડમાં તબાહી મચાવી છે. જેને લઈને થાઈલેન્ડે કંબોડિયા પર રશિયન BM-21 રોકેટ સિસ્ટમનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. થાઈલેન્ડની સેનાએ કહ્યું કે, 'કંબોડિયાની ફોર્સે ભારે તોપખાના અને રશિયન BM-21 રોકેટ લોન્ચર થકી હુમલો કર્યો, જેની જવાબી કાર્યવાહીમાં અમારા અધિકારીઓએ ગોળીબાર કર્યો હતો.' બંને દેશ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં અત્યારસુધીમાં 15 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. 

થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે રશિયન BM-21 રોકેટ સિસ્ટમનો ઉપયોગ કરવાથી બંને દેશ વચ્ચે સંઘર્ષ વધ્યો છે. રિપોર્ટ મુજબ, BM-21 રોકેટ થાઈલેન્ડમાં ઘણું નુકસાન પહોંચાડ્યું છે. 25 જુલાઈના રોજ ઓડ્ડાર મીંચે પ્રાંતમાં એક રસ્તા પર રશિયન BM-21 રોકેટ લોન્ચર લઈને જતા ટ્રક પર કંબોડિયન સૈનિકો ઊભા હોય તેવા ઘણા ફોટોઝ વાઈરલ થયા છે.

આમ તો થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ઘણાં વર્ષોથી બોર્ડરને લઈને વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ બંને દેશો વચ્ચે વિવાદનું કારણ 7મી સદીનું હિન્દુ મંદિર છે, જેના પર બંને દેશ દાવો કારી રહ્યા છે. આ મંદિર અંગે ઈન્ટરનેશનલ કોર્ટે કંબોડિયાના પક્ષમાં નિર્ણય કર્યો હતો, પરંતુ થાઈલેન્ડની સેના મંદિરના આસપાસના વિસ્તારોમાં પોતાનો કબજો વધારી રહી છે. આ હિન્દુ મંદિર બંને દેશ માટે સંવેદનશીલ મુદ્દો છે. તેમજ લોકોએ તેને રાષ્ટ્રવાદ અને દેશની પ્રતિષ્ઠા સાથે જોડી દીધો હોવાથી બંને દેશ વચ્ચે તણાવ વધ્યો છે. 

(5:54 PM IST)