તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th July 2025
૫ પત્નીઓને એકમાત્ર પતિઃ ૧૧ બાળકોનો પિતા
પતિ પોતાના સંબંધોમાં ખૂબ ખુશ છે. તેનું કહેવું છે કે તેની તમામ પત્નીઓમાં આ વાતની હોડ મચી રહે છે કે કેવી રીતે તે પોતાના પતિનું ધ્યાન મેળવી શકે. તે આને ‘હેલ્ધી સ્પર્ધા' માને છે

ન્યુયોર્ક,તા.૨૮: આજે એક એવી ફેમિલી વિશે વિગતો બહાર આવી છે, જેમાં એક પતિની પાંચ પત્નીઓ છે. એટલું જ નહીં, આ તમામ પત્નીઓથી આ વ્યક્તિને કુલ ૧૧ બાળકો છે. હાલમાં આ વ્યક્તિએ આ ચોંકાવનારો ખુલાસો કર્યો. તે પોતાના સંબંધોમાં ખૂબ ખુશ છે અને તેનું કહેવું છે કે તેની તમામ પત્નીઓમાં આ વાતની હોડ મચી રહે છે કે કેવી રીતે તે પોતાના પતિનું ધ્યાન મેળવી શકે. તે આને ‘હેલ્ધી સ્પર્ધા' માને છે.
બેરેટ ફેમિલી તરીકે ઓળખાતા આ ફેમિલીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો, જેમાં ખુલાસો થયો કે એક જ વ્યક્તિ પાંચ ‘‘સિસ્ટર વાઇવ્સ'' સાથે પોલીગેમી સંબંધમાં છે. પાંચેય પત્નીઓને પોતાના પતિથી પ્રેમ છે.
આ પાંચેય વચ્ચે કોઈ શારીરિક સંબંધ નથી. એટલું જ નહીં, તમને જાણીને આヘર્ય થશે, આ આખો પરિવાર બાળકો સહિત એક સાથે રહે છે અને તમામ પત્નીઓ મળીને બાળકોને ઉછેરે છે.
પત્નીઓ ઘણીવાર સોશિયલ મીડિયા પર તેમના આ અનોખા સંબંધ પર ગર્વ કરતી દેખાય છે. ઘણીવાર આ લોકો તેમની લાઈફ સાથે જોડાયેલા વીડિયો શેર કરે છે. થોડા મહિના પહેલા તેમના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો વાયરલ થયો, જેને ૨૭.૭ કરોડથી વધુ વખત જોવામાં આવ્યો.
તેમાં દેખાય છે કે પતિના ઘેર આવતા જ, જેસ, ગેબી, ડાયના, કેમ અને સ્ટાર કોઈ ફલોર સાફ કરી રહી હતી, કોઈ વાસણ ધોઈ રહી હતી, કોઈ સોફા ઠીક કરી રહી હતી, તો કોઈ બાળકને ગોદમાં લઈ રહી હતી. બધું છોડી તેઓ પતિને સૌથી પહેલા કિસ કરવા માટે હોડમાં લાગી જાય છે. વિડીયો વધુ ને વધુ વાયરલ થઈ રહ્યો છે.(૪૦.૩)
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
