તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th July 2025
આ છે જગતનું સૌથી પ્રીમેચ્યોર બાળક
૨૧મા અઠવાડિયે જન્મઃ વજન માત્ર ૨૮૫ ગ્રામઃ છ મહિના કાચની પેટીમાં રાખવામાં આવ્યો, હવે ફર્સ્ટ બર્થ-ડે ઊજવ્યો

આયોવા તા.૨૮: ગયા વર્ષે જુલાઈ મહિનામાં અમેરિકામાં માત્ર ૨૧ અઠવાડિયાંના ગર્ભધારણ પછી જન્મેલા નેશ કીન નામના બાળકે સત્તાવાર રીતે વિશ્વના સૌથી પ્રીમેચ્યોર બાળક હોવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર નેશ કીનનો જન્મ ૨૦૨૪ની પાંચમી જુલાઈએ અમેરિકાના આયોવા રાજ્યના આયોવા સિટીમાં થયો હતો. જન્મ સમયે તેનું વજન માત્ર ૧૦ ઔંસ (આશરે ૨૮૫ ગ્રામ) હતું અને તે ફક્ત ૨૪ સેન્ટિમીટર ઊંચો હતો. તેનો જન્મ તેની સંભવિત ડિલિવરી તારીખથી ૧૩૩ દિવસ અથવા લગભગ ૧૯ અઠવાડિયાં પહેલાં થયો હતો. આ મહિનાની શરૂઆતમાં નેશ કીનનો પહેલો જન્મદિવસ ઊજવવામાં આવ્યો હતો. અગાઉનો વર્લ્ડ-રેકોર્ડ ધરાવતી બેબીનો જન્મ ૨૦૨૦માં અલાબામામાં થયો હતો, પણ નેશ કીને તેને માત્ર એક દિવસ પાછળ છોડી દીધો હતો.
નેશ કીનને પ્રેમથી નેશ પટેટો કહેવામાં આવે છે. આ વર્ષના જાન્યુઆરીમાં તેનાં માતા-પિતા મોલી અને રેન્ડલ કીન સાથે તેને ઘરે જવાની મંજૂરી આપવામાં આવી હતી, પણ એ પહેલાં નેશ કીને હોસ્પિટલમાં છ મહિના વિતાવ્યા હતા.(૩૮.૧૩)
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
