તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th July 2025
ગરમી કસમયનું વૃધ્ધત્વ લાવે છે
નવા અભ્યાસમાં દાવો

કેલિફોર્નિયા, તા.૨૮: વિશ્વભરમાં ભારે ગરમી લોકોના શરીરને નબળા બનાવી રહી છે. એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે અતિશય ગરમી ફક્ત અસ્વસ્થતા કે ખતરનાક જ નથી, પરંતુ તે આપણા શરીરને અંદરથી પણ નબળી બનાવી શકે છે. આના કારણે, આપણી જૈવિક ઉંમર ઝડપથી વધી શકે છે, જેનો અર્થ એ થાય કે આપણે આપણા સમય પહેલા (અકાળે) વળદ્ધ થઈ શકીએ છીએ.
કેલિફોર્નિયા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વધુ પડતી ગરમી શરીર પર ખૂબ જ ખરાબ અસર કરે છે. આનાથી પરસેવો, થાક, ચક્કર, ડિહાઇડ્રેશન જેવી સમસ્યાઓ થાય છે, જે લોકોને પરેશાન કરે છે. ગરમીના સતત સંપર્કમાં રહેવાથી શરીરના કોષો અને પેશીઓ ઝડપથી બગડે છે, જેના કારણે જૈવિક ઉંમર ઝડપથી વધે છે. વૈજ્ઞાનિકોએ હજારો વળદ્ધ લોકોના લોહીના નમૂના લીધા. પરિણામ એ આવ્યું કે જે લોકોએ દર વર્ષે ૧૪૦ દિવસથી વધુ સમય માટે ભારે ગરમીનો અનુભવ કર્યો હતો તેમની સરેરાશ જૈવિક ઉંમર ૧૪ મહિના વધુ હતી.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
