તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th July 2025
ગાઝા પર થઇ રહેલ ઇઝરાયલના હુમલાથી સ્થાનિક લોકોમાં ભૂખમરાની સ્થિતિ સર્જાઈ
સતત 21 મહિનાથી હવાઈ તેમજ જમીનથી ઇઝરાયલ કરી રહ્યું છે હુમલાઓ:સયુંકત રાષ્ટ્ર સહીત સમગ્ર વિશ્વમાં ભારે હોબાળો મચી જવા પામ્યો:ઇઝરાયલ દ્વારા ગીચ વસ્તીવાળા ત્રણ વિસ્તારોમાં દૈનિક 10કલાકના રણનીતિક વિરામની કરવામાં આવી જાહૅરાત

નવી દિલ્હી: ગાઝા પર ઈઝરાયેલના સતત ૨૧ મહિનાથી થતા હવાઈ અને જમીની હુમલાઓના પગલે સ્થાનિક લોકોમાં ભૂખમરા જેવી સ્થિતિ સર્જાઈ છે. આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સહિત સમગ્ર વિશ્વમાં ભારે હોબાળો મચ્યો છે ત્યારે દુનિયાના દબાણ સામે ઝુકી જતાં આખરે ઈઝરાયેલે ગાઝા પટ્ટની અત્યંત ગીચ વસતીવાળા ત્રણ વિસ્તારોમાં દૈનિક ૧૦ કલાકના રણનીતિક વિરામની જાહેરાત કરી છે. બીજીબાજુ આ જાહેરાત છતાં ગાઝામાં ગાઝામાં ઈઝરાયેલના હવાઈ હુમલા અને ગોળીબારમાં ૫૩ લોકો માર્યા ગયા છે.
ઈઝરાયેલ સૈન્યે જણાવ્યું કે, ગાઝામાં તેનો આગામી આદેશ ના થાય ત્યાં સુધી હવે દરરોજ સવારે ૧૦.૦૦થી રાતે ૮.૦૦ સુધી અલ-માવાસી, ડેર અલ-બલાહ અને ગાઝા સિટી જેવા ગીચવસતીવાળા વિસ્તારોમાં ટેકટિકલ વિરામ લાગુ કરાશે.ગાઝામાં માનવીય સહાયતા વધારવાના આશયથી આ પગલું લેવાયું છે. આઈડીએફે કહ્યું કે, રાજકીય નેતૃત્વના નિર્દેશો મુજબ અને સીઓજીએટી દ્વારા સંચાલિત માનવીય પ્રયાસો હેઠળ આ નિર્ણય લેવાયો છે.
આ નિર્ણય સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે સંકલન કરીને લેવાયો છે.ગાઝાના લોકો સુધી માનવીય સહાય પહોંચાડવા માટે સુરક્ષિત રસ્તા બનાવાશે, જે સવારે ૬થી રાતે ૧૧ સુધી ખુલ્લા રહેશે. આ રસ્તે સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય માનવીય સંસ્થાઓ ગાઝામાં ખાદ્ય સામગ્રી, દવા, ઈંધણ જેવી વસ્તુઓ લઈ જઈ શકશે.
ઈઝરાયેલના સૈન્યે સ્પષ્ટ કર્યું છે કે આ માનવીય રાહત છતાં તેના સૈન્ય અભિયાનો અટકાશે નહીં. આતંકી સંગઠનો વિરુદ્ધ તેના અભિયાનો ચાલુ જ રહેશે અને જરૂર પડશે તો માનવીય મદદનો દાયરો વધારવામાં આવશે. જોકે, આ ટેકટિકલ વિરામ અંગે ઈઝરાયેલ કેટલું ગંભીર છે તે એ બાબત પરથી ખ્યાલ આવે છે કે વિરામ જાહેર કર્યાના થોડા જ કલાકો પછી ઈઝરાયેલના સૈન્યે ગાઝા સિટીમાં એક એપાર્ટમેન્ટ પર હવાઈ હુમલો કર્યો હતો, જેમાં એક મહિલા અને ચાર બાળકોના મોત નીપજ્યાં હતાં. પૂર્વીય ઝાયટોનમાં અન્ય એક હવાઈ હુમલામાં એક બાળક, તેની માતા અને દાદી સહિત ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. ઈઝરાયેલ સૈન્યે આ હુમલાઓ અંગે કોઈ ટીપ્પણી કરવાનું ટાળ્યું હતું.
(6:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
