તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th July 2025
‘ગોલ્ડન બોય' બર્ગરઃકિંમત લગભગ ૪.૧ લાખ રૂપિયા
નેધરલેન્ડ્સના એક શેફે બનાવ્યું દુનિયાનું સૌથી મોંઘું બર્ગર

લંડન,તા.૩૦: પિઝા-બર્ગર ક્યારેક મોંઘા રેસ્ટોરન્ટમાં જ મળતા હતા. લોકો તેને ખાવા માટે મેકડોનાલ્ડ્સથી લઈને પિઝા હટ સુધી જતાં હતા. પરંતુ આજકાલ પિઝા-બર્ગર સસ્તા ભાવે દરેક જગ્યાએ મળવા લાગ્યા છે. મોટા શહેરોથી લઈને નાના ગામડાંઓમાં લોકો તેને ખાવાનો આનંદ માણી રહ્યા છે. પરંતુ શું તમે દુનિયાના સૌથી મોંઘા બર્ગર વિશે સાંભળ્યું છે? કદાચ નહીં સાંભળ્યું હોય, પરંતુ તેને ખાવું દરેકની ક્ષમતા બહારની વાત છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેની કિમત આજના સમયમાં ૫ લાખ રૂપિયાથી પણ વધુ છે. આ બર્ગરને નેધરલેન્ડ્સના એક શેફે બનાવ્યું હતું, જેનું નામ ‘ગોલ્ડન બોય' બર્ગર રાખવામાં આવ્યું. આ બર્ગરે દુનિયાના સૌથી મોંઘા બર્ગરનો રેકોર્ડ તોડ્યો. આ બર્ગર માત્ર સ્વાદમાં જ લાજવાબ નથી, પરંતુ તેનાથી થતી કમાણી ગરીબ લોકોને દાનમાં આપવામાં આવે છે.
રોબર્ટને આ આઈડિયા ત્યારે આવ્યો, જ્યારે તે કોવિડ-૧૯ દરમિયાન તેમના રેસ્ટોરન્ટમાં બેઠા ઇન્ટરનેટ ચલાવી રહ્યા હતા. તેને ખબર પડી કે ૨૦૧૧માં અમેરિકાના ઓરેગનમાં એક રેસ્ટોરન્ટે ૩૫૨ કિલોનું બર્ગર બનાવીને ૫,૦૦૦ ડોલર (લગભગ ૪.૧ લાખ રૂપિયા)માં વેચ્યું હતું. રોબર્ટે વિચાર્યું, ‘‘વાહ, આ રેકોર્ડ મજેદાર છે, પરંતુ તેનો શું ફાયદો જ્યારે તેને એક વ્યક્તિ ખાઈ જ ન શકે? એટલું ભારે બર્ગર બેકાર છે. હું એવું બર્ગર બનાવીશ, જેને એક માણસ ખાઈ શકે.''
‘ગોલ્ડન બોય' બનાવવામાં રોબર્ટને ઘણા મહિના લાગ્યા અને ઘણી મહેનત કરવી પડી. સાથે જ ઘણા પ્રયોગો કરવા પડ્યા. આ બર્ગરમાં દરેક પ્રકારની મોંઘી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો, જેમાં જાપાની ખ્૫ વાગ્યુ બીફ, બેલુગા કાવિયાર, કિગ ક્રેબ, સફેદ ટ્રફલ, જોસિલિટો બેલોટા ૧૦૦% ઇબેરિકો હેમ, અને અંગ્રેજી ચેડર ચીઝનો સમાવેશ થાય છે. બનને ડોમ પેરિગ્નન શેમ્પેનના લોટ અને સોનાની પરતથી બનાવવામાં આવ્યું છે. આ બધાને લુવાક કોફી અને મેકલાન સિગલ મોલ્ટ વિસ્કી રેર કાસ્કથી બનેલી બારબેક્યુ સોસ અને બતકના ઇંડાથી બનેલી સ્મોક્ડ સેફ્રોન ચાઇવ મેયોનેઝમાં ડૂબાડવામાં આવે છે. ઉપરથી બર્ગરને વિસ્કીની સુગંધવાળા ધુમાડામાં લપેટવામાં આવે છે. રોબર્ટ કહે છે, ‘‘બધી વસ્તુઓ એકબીજાની સાથે કમાલનો સ્વાદ આપે છે. આ બર્ગર એટલું મોંઘું છે, છતાં તેને હાથથી જ ખાવું જોઈએ. બન પર સોનાની પરત છે, તેને ખાધા પછી તમારી આંગળીઓ ચમકવા લાગશે.
(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
