તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 31st July 2025
અમેરિકાએ 10મી જુલાઈથી જાપાન સાથે એક વિશાળ લશ્કરી કવાયત હાથ ધરી હોવાની માહિતી
અંગુષ્ટ સુધી ચાલુ રહેનાર શક્તિ પ્રદર્શનમાં 400થી વધુ લડાકુ વિમાનો અને 12 હજાર સૈનિકો લેશ ભાગ:ચીને રશિયા સાથે સમુદ્રમાં શક્તિ પ્રદર્શન પણ કરશે

નવી દિલ્હી: અમેરિકાએ 10મી જુલાઈથી જાપાન સાથે એક વિશાળ લશ્કરી કવાયત હાથ ધરી છે. આઠમી ઑગસ્ટ સુધી ચાલુ રહેનારા શક્તિ પ્રદર્શનમાં 400થી વધુ લડાકૂ વિમાનો અને 12 હજાર સૈનિકો ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન ચીને પણ જાહેરાત કરી છે કે તે રશિયા સાથે સમુદ્રમાં શક્તિ પ્રદર્શન કરશે. ચીનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યાનુસાર, ચીન અને રશિયા ઑગસ્ટમાં Joint Sea 2025 સંયુક્ત નૌકાદળ કવાયત હાથ ધરશે. આ કવાયત પછી પેસિફિક મહાસાગરમાં છઠ્ઠી સંયુક્ત દરિયાઈ પેટ્રોલિંગ કરાશે. ચીન અને રશિયા વચ્ચેનો આ શક્તિ પ્રદર્શન જાપાનના સમુદ્ર પર સ્થિત રશિયાના વ્લાદિવોસ્તોક શહેર નજીક સમુદ્ર અને હવાઈ વિસ્તારમાં કરાશે. આ શક્તિ પ્રદર્શન ચીની અને રશિયાની સેના વચ્ચે સંબંધો વધુ મજબૂત બનાવવા માટે છે. આનો હેતુ કોઈ દેશ કે પક્ષને ટાર્ગેટ કરવાનો નથી.'
અમેરિકાની ટીકા કરતાં ચીનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, 'અમેરિકાની દાદાગીરી ચલાવી લેવામાં આવશે નહીં. અમેરિકા તેની શીત યુદ્ધની માનસિકતાને વળગી રહ્યું છે અને પેસિફિક મહાસાગરમાં સતત શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે. અમેરિકા લશ્કરી કવાયતોની આડમાં અન્ય દેશોને ડરાવવાનો અને પ્રદેશમાં શાંતિ અને સ્થિરતાને નબળી પાડવાનું કામ કરી રહ્યું છે.'
અહેવાલો અનુસાર, ચીન અને રશિયાએ સંયુક્ત નૌકાદળ કવાયતો હાથ ધરીને લશ્કરી સંબંધોને મજબૂત બનાવ્યા છે. રશિયા અને ચીન વચ્ચે તાજેતરની કવાયત જાયન્ટ સી સીરિઝની 11મી લશ્કરી કવાયત બનવા જઈ રહી છે, જેને મેરીટાઈમ કોઓપરેશન તરીકે પણ ઓળખાઈ છે. બંને દેશો વચ્ચે આ વાર્ષિક લશ્કરી કવાયત વર્ષ 2012માં શરુ થઈ હતી અને 2018, 2020, 2023 સિવાય દર વર્ષે યોજવામાં આવે છે. આ લશ્કરી કવાયતો ઉત્તર-પશ્ચિમ પેસિફિક મહાસાગર યોજાઈ છે. આ કવાયતમાં બંને દેશોના નૌકાદળના જહાજો, લડાકૂ વિમાનો અને સૈનિકો જોડાય છે.
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
