તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 31st July 2025
ચીન-રશિયાના કિલર સેટેલાઈની યોજનાથી જાપાન થયું લાલઘૂમ
જાપાને પોતાની પ્રથમ અંતરિક્ષ સંરક્ષણ ગાઇડલાઇન કરી જાહેર:આ સેટેલાઈટને કહેવાતી રીતે બીજા દેશોના સેટેલાઈટને નિષ્ક્રિય કરવા માટે બનાવવામાં આવી હોવાના સમાચાર:આ વાતને ચીને ચોક્કસ રીતે નકારી પણ દીધી

નવી દિલ્હી: જાપાને પોતાની પહેલી અંતરિક્ષ સંરક્ષણ ગાઇડલાઇન જાહેર કરી છે, જેમાં તેણે દાવો કર્યો કે, ચીન અને રશિયા કિલર સેટેલાઇટ વિકસિત કરી રહ્યા છે. આ સેટેલાઇટને કથિત રૂપે બીજા દેશોના સેટેલાઇટને નિષ્ક્રિય કરવા માટે બનાવવામાં આવી છે. જોકે, આ દાવાને ચીને નકારી દીધો અને જાપાનનો ખોટો પ્રચાર તેમજ સૈન્ય શક્તિ વધારવાનું બહાનું કહી દીધું. જાપાને સોમવારે (28 જુલાઈ) પોતાની પહેલી સ્પેસ ડિફેન્સ ગાઇડલાઇન્સ જાહેર કરી છે. જેમાં તેણે કહ્યું કે, 'અમે અંતરિક્ષમાં પોતાની સંરક્ષણ ક્ષમતાને વધારવા ઈચ્છીએ છીએ. કારણ કે, ચીન અને રશિયા જેવા દેશ કિલર સેટેલાઇટ્સ બનાવી રહ્યા છે. આ સેટેલાઇટ્સ બીજા દેશના સેટેલાઇટ્સને નષ્ટ અથવા નિષ્ક્રિય કરી શકે છે. તેથી સેલ્ફ ડિફેન્સ ફોર્સ અને ખાનગી કંપનીએ મળીને સેટેલાઇટ્સની સુરક્ષા વધારવી જોઈએ. જાપાન મિસાઇલ લૉન્ચની જાણકારી મેળવવા, સેટેલાઇટ કોમ્યુનિકેશનને સુરક્ષિત કરવા અને બીજા દેશોના કોમ્યુનિકેશનને જામ કરવાની ક્ષમતા પણ વિકસિત કરવા ઈચ્છે છે.'
જોકે, જાપાનના દાવાને લઈને ચીને કડક વલણ અપનાવ્યું છે. ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઝાંગ શિયાઓગૈંગે કહ્યું કે, જાપાનનો આ દાવો પાયાવિહોણો છે. ચીનને બદનામ કરવાનો પ્રયાસ છે. જાપાન ચીનના જોખમના બહાને પોતાની સૈન્ય શક્તિ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે, જે સંપૂર્ણ રીતે ખોટું છે.
કિલર સેટેલાઇટ એક એવું સેટેલાઇટ હોય છે, જે બીજા સેટેલાઇટ્સને નષ્ટ કરવા, નિષ્ક્રિય કરવા અથવા તેમના કામમાં અવરોધ ઊભો કરવા માટે બનાવવામાં આવે છે. જાપાનનો દાવો છે કે, ચીન અને રશિયા આ પ્રકારના સેટેલાઇટ્સ પર કામ કરી રહ્યા છે, જે અંતરિક્ષમાં બીજા દેશના સેટેલાઇટ્સને નિશાનો બનાવી શકે છે. જો કોઈ સેટેલાઇટ કોઈ બીજા સેટેલાઇટની પાસે જઈને નુકસાન પહોંચાડે અથવા તેનું સંચાર બંધ કરે તો તેને કિલર સેટેલાઇટ કહેવામાં આવે છે.
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
