તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th August 2025
વિશ્વમાં આ વ્યક્તિ જેટલું કોઈ ન ખાઈ શકે! વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
૨-૩ પરિવાર ધરાઈ જાય એટલું ભોજન એકલો ઝાપટી ગયો

ન્યુયોર્ક તા.૫: દુનિયામાં ખાણીપીણીના શોખીનોની લોકોની કોઈ કમી નથી, ઘણા લોકો એવા છે જે પોતાના ખાન-પાનથી વર્લ્ડ રેકોર્ડ બનાવે છે. તમે ઘણા પ્રકારના રેકોર્ડ સાંભળ્યા હશે, જેમ કે સૌથી ઊંચી ઇમારત બનાવવી કે સૌથી મોટી રોટલી બનાવવી, સૌથી મોટી શાકભાજી ઉગાડવી, લાંબી નદી પાર કરવી કે સૌથી ઝડપી દોડવું. પરંતુ શું તમે ખાવાને લઈને ક્યારેય એવો રેકોર્ડ સાંભળ્યો છે, જે તમને ચોંકાવી દે?
દુનિયામાં ઘણા લોકો એવા છે, જેમણે વિચિત્ર કામો કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. પરંતુ આજે અમે તમને આવા જ એક વ્યક્તિના અદ્ભુત વર્લ્ડ રેકોર્ડ વિશે જણાવીશું. જેણે ખાણીપીણીની દુનિયામાં ભારે ચર્ચા જગાવી છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે, કોઈ વ્યક્તિ વધુમાં વધુમાં કેટલો ખોરાક ખાઈ શકે છે? આજે અમે તમને એ વ્યક્તિ વિશે જણાવીશું જેણે સૌથી વધુ ખોરાક ખાઈને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો અને દુનિયાને આヘર્યચકિત કરી દીધી છે.
આ રેકોર્ડનો તાજ પહેરનાર વ્યક્તિ અમેરિકાના ડોનાલ્ડ ગોર્સ્કે છે. ડોનાલ્ડે સૌથી વધુ બિગ મેક બર્ગર ખાવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, ડોનાલ્ડે ૧૯૭૨ થી ૨૦૨૧ સુધી ૩૨,૩૪૦ બિગ મેક બર્ગર ખાધા છે.
આ સંખ્યા એટલી મોટી છે કે, તે સાંભળીને કોઈનું પણ મન આヘર્યચકિત થઈ જશે. આ શ્રેણી ૫૦ વર્ષથી વધુ સમયથી ચાલી રહી છે. તે કહે છે કે, બિગ મેક તેનો પ્રિય ખોરાક છે, અને તેને તે ખાવાનો આનંદ મળે છે.
તેણે આ આદતને પોતાની જીવનશૈલી બનાવી છે. ગિનિસ રેકોર્ડ્સે સૌથી વધુ બિગ મેક બર્ગર ખાવાની શ્રેણીમાં તેમની સિદ્ધિ નોંધી છે. જોકે, નિષ્ણાતો ચેતવણી આપે છે કે, આટલી માત્રામાં એક જ પ્રકારનો ખોરાક ખાવાથી સ્વાસ્થ્ય માટે નુકસાન થઈ શકે છે. પોષણશાષાીઓ કહે છે કે, સંતુલિત આહાર લાંબા અને સ્વસ્થ જીવનનો આધાર છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવવું એ ઘણા લોકોનું સ્વપ્ન હોય છે. આવી સ્થિતિમાં, ડોનાલ્ડ ગોર્સ્કેએ પોતાનું નામ નોંધાવીને પોતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું હતું.(૩૮.૨)
(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
