તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th August 2025
કોરોના બાદ ચીનમાં ચિકનગુનિયાનો પ્રકોપ
7હજાર કેસ સામે આવતા તંત્રમાં દોડધામ:આ રોગ પર નિયંત્રણ ન મળતા તંત્ર માટે મોટી સમસ્યા ઉભી થઇ

નવી દિલ્હી: ચીનમાં કોરોનાની ત્રીજી લહેર ખતમ થતા ફરી એકવાર ચિકનગુનિયા રોગનો મોટો સંકટ સર્જાયો છે. તાજેતરના અહેવાલ મુજબ, દેશના વિવિધ પ્રાંતોમાં ચિકનગુનિયાના લગભગ 7000 નવા કેસ નોંધાયા છે, જેના કારણે તંત્રમાં તાત્કાલિક અને કડક પગલાં લેવામાં આવ્યા છે.
ચિકનગુનિયા એ એક વાયરસ પરથી ફેલાતી બીમારી છે, જે મુખ્યત્વે માખીઓ દ્વારા ફેલાય છે. તેનું મુખ્ય લક્ષણ ભારે તાવ, સાંધામાં દુખાવો અને ત્વચા પર રેશિસ. ખાસ કરીને વૃદ્ધો અને બાળકો માટે આ રોગ ગંભીર બની શકે છે. "ચિકનગુનિયા દર્દીઓને તાત્કાલિક સારવાર આપવી આવશ્યક છે. આ રોગ સતત ફેલાઈ રહ્યો છે, અને તેના પર નિયંત્રણ નહી મળતા તંત્ર માટે મોટી સમસ્યા ઊભી થઇ શકે છે."
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન (WHO) મુજબ, ચિકનગુનિયાથી બચવા માટે મચ્છર કરડવાથી બચવું એ સૌથી સારો અને અસરકારક રસ્તો છે. જે લોકોને ચિકનગુનિયા થયો હોય, તેમણે બીમારીના પહેલા અઠવાડિયામાં મચ્છર કરડવાથી બચવું જોઈએ, જેથી ઇન્ફેક્શન ન ફેલાય અને તે બીજા લોકો સુધી ન પહોંચે. આ સિવાય, આ ઇન્ફેક્શનને ફેલાતું અટકાવવા માટે, તમારી આસપાસ મચ્છરોનો ફેલાવો ઓછો કરવાના પ્રયાસો કરો. પાણી ભરેલા વાસણો ખાલી કરીને સાફ રાખો, કચરો સાફ કરો અને મચ્છરોનો નાશ કરવાના ઉપાયો કરો.
(5:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
