<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

સુદાનના અલ ફશર શહેરમાં હાલત નરક જેવીઃ લોકો પશુઓનો ચારો ખાવા મજબૂર

પૃથ્‍વી પર એક એવો દેશ જ્‍યાં ખાવા માટે લોકો પાસે અનાજ નથી. ભયંકર બિમારીઓ પણ ફેલાઈ રહી છે

લંડન,તા.૦૭: સુદાનના અલ ફશર શહેરમાં હાલત નરક જેવી થઈ ગઈ છે. લોકો ભૂખ મટાડવા માટે અનાજ નહીં, પણ પશુઓના ચારા અને કચરો ખાઈ રહ્યા છે. સંયુક્‍ત રાષ્ટ્રે ચેતવણી આપી છે કે જો તરત જ યુદ્ધવિરામ નહીં થાય, તો હજારો લોકોના જીવ જઈ શકે છે. સંયુક્‍ત રાષ્ટ્રના માનવીય બાબતોના કાર્યાલય (ઓસીએચએ) અનુસાર, અલ ફશરમાં સતત હિસા અને ગોળીબારી ચાલુ છે. આથી સામાન્‍ય લોકો સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે. ઉત્તર દારફુરની રાજધાનીમાં ભૂખમરી અને કુપોષણની સ્‍થિતિ વિસ્‍ફોટક બની ગઈ છે.

વિશ્વ ખાદ્ય કાર્યક્રમ (ડબલ્‍યુએફપી) કહે છે કે વેપાર માર્ગો બંધ થવાથી અનાજ જેમ કે જ્‍વાર અને ઘઉંની કિમતો ૪૬૦% સુધી વધી ગઈ છે. કેટલીક રસોઈઓ જ લોકોને ગરમ ભોજન આપી રહી છે. બાકીના લોકો ગાય-ભેંસોના ચારા અને કચરો ખાઈને જીવતા છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે મહિલાઓના મુખ્‍ય પરિવારોની સ્‍થિતિ વધુ ખરાબ છે. આમાંથી ૭૫% પરિવારોને પૂરતું ભોજન મળતું નથી. માત્ર ૧.૯% મહિલાઓને પૂરતું ભોજન મળી રહ્યું છે. આથી ગર્ભવતી મહિલાઓ અને બાળકો સૌથી વધુ જોખમમાં છે. દેશભરમાં ૭૩% મહિલાઓને ન્‍યૂનતમ આહાર પણ મળતો નથી.

બીમારીઓ અને મૃત્‍યુ વધ્‍યાં દારફુરમાં પરિસ્‍થિતિ હાલ ઘણી જ ગંભીર છે. ઉત્તર દારફુરમાં ૩,૬૦૦થી વધુ કેસ અને દક્ષિણ ભાગમાં ૧,૨૦૦થી વધુ સંદિગ્‍ધ કેસ સામે આવ્‍યા છે. સ્‍વચ્‍છ પાણી અને દવાઓની પણ અહીંયા મોટા પ્રમાણમાં અછત સર્જાઈ છે.

યુએન એજન્‍સીઓ હાલત સુધારવા માટે પ્રયત્‍ન કરી રહી છે પરંતુ આ માટે ધનની ભારે જરૂર છે. સંયુક્‍ત રાષ્ટ્રે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે ભૂખ, બીમારી અને યુદ્ધની દુર્ઘટનાથી પીડાતા સુદાનને બચાવવા માટે આગળ આવે. જો હાલત નહીં બદલાય, તો સુદાન ખરેખર ધરતી પર નરક બની જશે

(10:25 AM IST)