તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
વિશ્વમાં વધી રહેલ ગ્લોબલ વોર્મિંગને લઈને નાસાએ જાહેર કર્યો રિપોર્ટ
નાસા દ્વારા કરવામાં આવેલ એક સંશોધન મુજબ ગ્લોબલ વોર્મિંગના કારણોસર ધરતીપર સૂકા વિસ્તારો ઝડપથી વધે છે:ખુબજ ગંભીર પરિબળ માનવામાં આવ છે:આ સૂકો વિસ્તાર માનવ જીવન માટે પણ ગંભીર પડકારો ઉભા કરી શકે

નવી દિલ્હી: નાસા તથા અન્ય વૈજ્ઞાનિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ સંશોધન અનુસાર, ગ્લોબલ વોર્મિંગના કારણે ધરતી પર “સૂકા વિસ્તારો” (drylands) ઝડપથી વધતાં જઈ રહ્યા છે. છેલ્લા ચાર દાયકામાં આશરે 52 લાખ ચોરસ કિમી જેટલી ઉંધી જમીન હવે સૂકી જમીનમાં પરિવર્તિત થઈ છે – જે એક ખૂબ ગંભીર પરિબળ માનવામાં આવે છે.
સૂકા વિસ્તારો ધરતીના આશરે 40% ભાગને આવરી રહ્યા છે, જેમાં માનવ વસાહત માટે પાણી, કૃષિ અને જીવનયાપન એક મોટી ચિંતાનો વિષય બની ગયાં છે.
- વિશ્વભરમાં દર વર્ષે લાખો ચોરસ કિમી જમીન પાણી વિનાની અવસ્થામાં જઈ રહી છે.
- આ બદલાવના મુખ્ય કારણોમાંથી એક છે drylands નું self-expansion, જેમાં ભૂમિ અને હવામાન વચ્ચેની પ્રક્રિયાઓ કારણે જમીન વધુ સૂકી બનતી જાય છે.
- આ સ્થિતિ પર્યાવરણીય સંકટનું પૂર્વસૂચન છે, જેમાં અડધી દુનિયાને તરસથી પીડાવા પડે તેવી શક્યતા છે.
વિશેષજ્ઞો એ પણ ચેતવણી આપી છે કે જો આ વલણ રોકાયું નહીં, તો આવતા દાયકાઓમાં ખાદ્ય સુરક્ષા, વૃક્ષાવલિ અને માનવ વસાહતોને ગંભીર અસર પડી શકે છે. આ વધતો સૂકો વિસ્તાર માત્ર આબોહવા માટે નહીં, પણ માનવ જીવનની દરેક વ્યવસ્થા માટે ગંભીર પડકાર ઉભો કરે છે.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
