<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

મોજમાં છુપાવીને થતી કાચબાની તસ્કરીઓનો ભાંડો ફૂટ્યો

850 જીવંત કાચબાની થઈ રહી હતી તસ્કરી:મોજાંમાં છુપાવીને હોંગકોંગ મોકલવાનો થઇ રહ્યો હતો પ્રયાસ

નવી દિલ્હી: એક અમેરિકી નાગરિક વેઈ ચિયાંગ લીન (Wei Qiang Lin) સામે આરોપ લગાવ્યો છે કે તેણે 850 કાચબાઓને મોજાં (socks) અને પેકેજિંગમાં છૂપાવીને હોંગકોંગ મોકલવાનો પ્રયાસ કર્યો હતો.આ કાચબાઓની બજાર કીમત અંદાજે $1.4 મિલિયન (ત્યાંઆશરે ₹14 લાખ) હતી.તસ્કરી કરતી વખતે શિપમેન્ટને "plastic animal toys" તરીકે ખોટા લેબલ હેઠળ ડિક્લેર કરવામાં આવ્યું હતું.

વેઈ ચિયાંગે દોષ કબૂલ્યો છે અને હવે 2025ના ડિસેમ્બર 23ના રોજ તેની સજા નક્કી થશે.તેના પર વાઈલ્ડલાઈફ તસ્કરી, ખોટી જાહેરાત અને કસ્ટમઝ લૉ વિરુદ્ધના ગુનાઓ હેઠળ ફરિયાદ કરવામાં આવી છે. કાચબાઓમાં ઘણી એવી જાતિઓ હતી જે લુપ્તપ્રાય છે અને CITES (Convention on International Trade in Endangered Species) હેઠળ સુરક્ષિત છે. એ પ્રકારની તસ્કરીથી જીવજન્ય જીવસૃષ્ટિ અને પર્યાવરણ બંનેને ગંભીર નુકસાન થઈ શકે છે.

 

(6:33 PM IST)