તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 14th August 2025
એઆઈની ખોટી સલાહ લેવી વૃદ્ધને ભારે પડી
મીઠાના બદલે કેમિકલનું સૂચન કરી દેતા હોસ્પિટલ જવાની નોબત આવી:બ્રોમીઝમ નામની ભાગ્યે જ જોવા મળતી બીમારી થઇ ગઈ:18મી સદીમાં જોવા મળતી હતી આ બીમારી

નવી દિલ્હી: અમેરિકામાં 60 વર્ષના એક વૃદ્ધ ભોજનમાંથી મીઠું ઓછું કરવા માટે એક પ્રયોગ કરવા ઈચ્છતા હતા. આ ડાયેટના પ્રયોગ પછી તેમણે ત્રણ અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું અને એ માટેનું કારણ છે ચેટજીપીટી. ચેટજીપીટીના કારણે તેને હલ્યુસિનેશન શરૂ થઈ ગયું અને બ્રોમિઝમ નામની ભાગ્યે જ જોવા મળતી બીમારી થઈ ગઈ. આ બીમારી વર્ષો પહેલાં એટલે કે 18મી સદીના જમાનામાં જોવા મળતી હતી.
એનલ્સ ઓફ ઇન્ટરનલ મેડિસિનમાં 5 ઓગસ્ટે એક રિપોર્ટ પબ્લિશ થયો હતો. એમાં કહેવામાં આવ્યું હતું કે એક વ્યક્તિએ તેની ડાયેટમાંથી સોડિયમ ક્લોરાઇડનું પ્રમાણ ઓછું કરવા માટે ચેટજીપીટી પાસેથી સલાહ લીધી હતી. ચેટજીપીટીએ તેને સોડિયમ બ્રોમાઇડનો ઉપયોગ કરવા માટે કહ્યું હતું. આ એક કેમિકલ છે જેનો ઉપયોગ સ્વિમિંગ પૂલને મેઈન્ટેઇન રાખવા માટે કરવામાં આવે છે, નહીં કે તેનો ભોજનમાં ઉપયોગ કરાય છે.
આ વ્યક્તિને અગાઉ ક્યારેય સાઇકિયાટ્રિક બીમારીની સમસ્યા નહોતી. તેણે ફક્ત ચેટજીપીટીની સલાહ ત્રણ મહિના સુધી માની હતી અને તેણે સોડિયમ ક્લોરાઇડની જગ્યાએ સોડિયમ બ્રોમાઇડનો ઉપયોગ કર્યો હતો. તેણે મીઠું શરીરમાં જવાથી શું રિસ્ક રહે છે એ અંગે કેટલીક સ્ટડી વાંચી હતી અને એથી તેના ખોરાકમાંથી મીઠાનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવાનો તેનો પ્લાન હતો. આ માટે તે ઓનલાઇન સોડિયમ બ્રોમાઇડની ખરીદી કરતો હતો. આ વ્યક્તિને જ્યારે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે તેના પાડોશી દ્વારા તેને ઝેર આપવામાં આવ્યું છે. જોકે લેબ ટેસ્ટમાં જાણવા મળ્યું હતું કે તેનામાં ઇલેક્ટ્રોલાઇટનું લેવલ ખૂબ જ એબનોર્મલ હતું. તેનામાં હાઇપરક્લોરેમિયાનું પ્રમાણ પણ વધુ હતું, આથી ડોક્ટરને તેના શરીરમાં બ્રોમિઝમની બીમારી હોવાનું નિદાન થયું હતું. હોસ્પિટલમાં ગયાના 24 કલાકમાં તેની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. તેની બેચેની વધી ગઈ હતી. તેને સતત ડર સતાવતો હતો તેમ જ હલ્યુસિનેશન પણ ખૂબ જ અગ્રેસિવ થઈ ગયા હતા. આથી તેને સાઇકિયાટ્રિક વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડોક્ટરને ત્યાર બાદ જાણ થઈ હતી કે તેને થાક, ઊંઘ ન આવવી, ચહેરા પર ખીલ થવા અને ખૂબ જ તરસ પણ લાગતી હતી. આ તમામ લક્ષણો બ્રોમાઇડની ટોક્સિસિટીના છે.
(5:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
