<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

ગેંડાનો શિકાર અટકાવવા માટે દક્ષિણ આફ્રિકાનો ઇનોવેટિવ પ્રોજેક્ટ આવ્યો સામે

થોડોક ખતરનાક હોવાનું મનાય છે આ પ્રોજેક્ટ:ગેંડાના શીંગડામાં રેડિયોએક્ટિવ આઇસોટોપ્સ દાખલ કરવામાં આવશે જેનાથી શિકાર થતો અટકાવી શકાશે

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકા દ્વારા હાલમાં જ ગેંડાનો શિકાર થતો અટકાવવા માટે એક અદ્ભુત પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ જોકે થોડો ખતરનાક પણ છે. ન્યુક્લિયર સાયન્સ અને વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશને સાથે મળીને પ્રોજેક્ટ શરૂ કર્યો છે. એમાં ગેંડાના શિંગડાંમાં રેડિયોએક્ટિવ આઇસોટોપ્સ દાખલ કરવામાં આવશે, જેથી તેનો શિકાર થતો અટકાવી શકાય. યુનિવર્સિટી ઓફ ધ વિટવોટર્સરેન્ડના વિજ્ઞાનીઓ અને ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી સાથે મળીને આ સ્ટ્રેટેજી નક્કી કરવામાં આવી છે. આ સ્ટ્રેટેજીની મદદથી ગેંડાના શિંગડાંને ઇન્ટરનેશનલ બોર્ડર પર શોધી કાઢવામાં આવશે અને એથી જ એની સ્મગલિંગ પણ અટકી જશે. દક્ષિણ આફ્રિકામાં અંદાજે 16000 ગેંડા છે. દુનિયામાં આ સૌથી વધુ ગેંડા ધરાવતો દેશ છે. ત્યાં વ્હાઇટ અને બ્લેક બન્ને ગેંડા છે. જોકે બ્લેક ગેંડાની સંખ્યા ખૂબ જ ઓછી થઈ રહી છે અને તેમની પ્રજાતિ બહુ જલદી ખતરામાં આવી શકે છે. આમ છતાં ગેંડાનો શિકાર ખૂબ જ વધી રહ્યો છે. સાઉથ આફ્રિકન મિનિસ્ટ્રી ઓફ ફોરેસ્ટ્રીના કહ્યા અનુસાર એક વર્ષમાં 500 જેટલા ગેંડાનો શિકાર કરવામાં આવે છે. આ ગેંડાના શિકાર બાદ એને એશિયામાં સ્મગલિંગ કરવામાં આવે છે. ઘણાં લોકોને એવી ગેરસમજ છે કે ગેંડાના શિંગડાંમાં દવા માટેના કેટલાક પદાર્થ હોય છે. તેમ જ ઘણાં લોકો એક લક્ઝરી વસ્તુ તરીકે શિંગડાંને તેમના ઘરમાં રાખે છે.

આ પ્રોજેક્ટને The Rhisotope Project નામ આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ છ વર્ષ માટેનો છે અને એ પાછળ 2.53 કરોડ રૂપિયાનો ખર્ચ છે. એમાં ગેંડાના શિંગડાંમાં ખૂબ જ નાની માત્રામાં રેડિયોએક્ટિવ મટિરિયલ નાખવામાં આવશે. આ આઇસોટોપ પ્રાણીઓને નુકસાન નહીં કરે એવા હશે. જોકે પોર્ટ્સ, એરપોર્ટ અને બોર્ડર ક્રોસિંગ માટે જે રેડિયેશન મોનિટર છે એમાં તે પકડાઈ જશે. આ પ્રોજેક્ટના ચીફ સાયન્ટિફિક ઓફિસર પ્રોફેસર જેમ્સ લાર્કિન કહે છે, ‘અમે અમારા સાયન્ટિફિક ડાઉટની પરે જઈને ચેક કરી લીધું છે કે આ પ્રોસેસ પ્રાણીઓ માટે ખૂબ જ સુરક્ષિત છે. આમ છતાં ઇન્ટરનેશનલ કસ્ટમ્સ ન્યુક્લિયર સિક્યોરિટી સિસ્ટમમાં એને પકડી શકાય એવી છે.’

 

(5:34 PM IST)