<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

અફઘાનિસ્તાનમાં સર્જાયો ભીષણ માર્ગ અકસ્માત

પશ્ચિમ પ્રાંત હેરાતમાં બસ સળગી જતા 17 બાળક સહીત 71 લોકોના મૃત્યુ:બસ-ટ્રક બાઈક સાથે અથડાયા બાદ આગ જ્વાળામુખી બનીને ફાટી નીકળી

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના પશ્ચિમ પ્રાંત હેરાતમાં બુધવારે એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં ઓછામાં ઓછા 71 લોકોએ જીવ ગુમાવ્યા. તેમાં 17 તો નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા. આ દુર્ઘટના ત્યારે સર્જાઈ જ્યારે એક બસ, ટ્રક અને બાઈક સાથે ટક્કર બાદ અગનગોળો બની ગઇ હતી. આ મામલે પ્રાદેશિક સરકારના પ્રવક્તા અહેમદુલ્લાહ મુત્તાકીએ ઘટનાની પુષ્ટી કરતાં કહ્યું કે વર્તમાન સમયનો આ સૌથી ભીષણ અકસ્માત હતો. હેરાતમાં બસ, ટ્રક અને બાઈક વચ્ચે આ ટક્કર થઇ હતી. સોશિયલ મીડિયા પર આ અકસ્માતનો એક વીડિયો પણ વાઈરલ થઇ રહ્યો છે અને આજુબાજુ ગભરાયેલા લોકોની ભીડ પણ દેખાઈ રહી છે. 

અન્ય એક પ્રાદેશિક અધિકારી મોહમ્મદ યુસુફ સઈદીએ જણાવ્યું કે આ બસમાં ઈરાનમાંથી કાઢી મૂકાયેલા અફઘાની નાગરિકો સવાર હતા જે ઈસ્લામ કલા બોર્ડર ક્રોસ કરી કાબુલ તરફ જઇ રહ્યા હતા.  જોકે અકસ્માતનું કારણ જણાવતા મુત્તાકીએ કહ્યું કે આ દુર્ઘટના હેરાત શહેરના બાહ્વ વિસ્તાર ગુજારા જિલ્લામાં બસની વધારે પડતી સ્પીડ અને અને બેદરકારીને કારણે થયું હતું. બસ પહેલા બાઈક સાથે અને પછી ઈંધણ ભરેલા ટ્રક સાથે ટકરાઈ ગઇ હતી. આ અકસ્માતમાં ત્રણ જ લોકોનો જીવ બચ્યો હતો. જોકે ટ્રક અને બાઈકચાલક ચાર લોકો પણ મૃતકોમાં સામેલ છે. 

(5:45 PM IST)