<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

ઓએમજી....દુબઈમાં થઇ ફિલ્મી સ્ટાઈલમાં ચોરી

દુનિયાના સૌથી દુર્લભ ગણાતા એવા ગુલાબી હીરાની ચોરીથી ખળભળાટ મચી જવા પામ્યો:પોલીસ પણ અચરજમાં:ધોળા દિવસે હીરાની ચોરી થઇ ગઈ

નવી દિલ્હી: સંયુક્ત આરબ અમીરાત (UAE)નું ચમકતું શહેર દુબઈ એક મોટી ચોરીની ઘટનાને કારણે ચર્ચામાં છે. દુબઈમાં 2 અબજ 17 કરોડ રૂપિયાનો એક દુર્લભ ગુલાબી હીરો ધોળા દિવસે ચોરાઈ ગયો, જેના કારણે હલચલ મચી ગઈ છે. અત્યંત કિંમતી અને વિશ્વનો દુર્લભ ગુલાબી હીરો કોઈ પણ નાશાન વિના ગાયબ થઈ ગયો, જાણે કે તેનું ક્યારેય કોઈ અસ્તિત્વ જ ન હતું. આ અસાધારણ ચોરીની ઘટના પણ ખૂબ જ ફિલ્મી સ્ટાઈલમાં થઈ હતી, જેમાં ચોરોએ એક વર્ષ સુધી હીરો ચોરી કરવાની યોજના બનાવી હતી. પરંતુ દુબઈ પોલીસની તત્પરતાએ ચોરોની એક વર્ષની મહેનત થોડા જ કલાકોમાં પાણી ફેરવી દીધું અને આ હીરો દુબઈથી બહાર જાય તે પહેલા જ મળી આવ્યો. આ સ્ટોરી શરૂ થાય છે એક વર્ષ પહેલા જ્યારે એશિયન મૂળના ત્રણ ચોરોને એક દુર્લભ ગુલાબી હીરાના સમાચાર મળે છે અને તેઓ તેને ચોરી કરવાનું પ્લાનિંગ બનાવે છે. પ્લાનિંગ દરમિયાન હીરો યુરોપમાં હતો અને એક વર્ષ પછી દુબઈમાં આવવાનો હતો. આ વચ્ચે ચોરોને ચોરીની યોજના બનાવવા માટે એક વર્ષનો લાંબો સમય મળ્યો અને તેઓએ ખૂબ જ સાવધાનીથી ચોરીને અંજામ આપવાની યોજના બનાવી.

ફેન્સી ઈન્ટેન્સ તરીકે ક્લાસિફાઈડ 21 કેરેટનો ગુલાબી હીરો પોતાના પ્રકારનો સૌથી શુદ્ધ હીરો માનવામાં આવે છે અને વૈશ્વિક સ્તરે તે સૌથી દુર્લભ છે. આ હીરાની કિંમત 25 મિલિયન ડોલર એટલે કે, (2 અબજ, 17 કરોડ, 79 લાખ, 43 હજાર, 750 રૂપિયા) છે અને તેને તાજેતરમાં જ યુરોપથી દુબઈ લાવવામાં આવ્યો હતો. તેની શુદ્ધતા રેટિંગ પણ અનોખી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તે એટલો દુર્લભ છે કે તેના જેવો બીજો હીરો મળવાની શક્યતા માત્ર 0.01% છે.

તપાસ દરમિયાન, દુબઈ પોલીસને જાણવા મળ્યું કે ચોરીની પ્લાનિંગ એક વર્ષ કરતા વધુ સમયથી કરવામાં આવી રહ્યું હતું. પ્લાનિંગ હેઠળ ત્રણેય ચોરોએ એક ધનિક હીરા ખરીદનાર માટે વચેટિયાની ભૂમિકા ભજવી હતી. આ પછી તેણણે હીરાના વેપારીનો કોન્ટેક્ટ કર્યો જે યુરોપથી આ દુર્લભ હીરો લઈને દુબઈ આવ્યો હતો. હીરાના વેપારી 2005થી જ હીરાનો વેપાર કરી રહ્યો હતો પરંતુ ચોરોએ અમીરીની એવી જાળ પાથરી કે અનુભવી વેપારી પણ તેમની જાળમાં ફસાઈ ગયો અને ચોરો હીરાને લઈને રફુચક્કર થઈ ગયા. 

(5:46 PM IST)