<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

ઉત્તર કોરિયાના પ્રમુખે દક્ષિણ કોરિયા સહીત અમેરિકાના સંયુક્ત યુદ્ધાભ્યાસની કરી કઠોર ટીકા

પરમાણુ શાસ્ત્રોનો કરશે વિસ્તાર :કરી શકશે દુશમનોનો મુકાબલો:સૌથી આધુનિક યુદ્ધ નૌકાના નિરીક્ષણ સમયે આપી તેમણે ધમકી

 

 

નવી દિલ્હી:  ઉત્તર કોરિયાના પ્રમુખ અને દુનિયાના સૌથી વધુ જોખમી સરમુખત્યાર મનાતા કીમ-જોંગ-ઉને દક્ષિણ કોરિયા અને અમેરિકાના સંયુક્ત યુદ્ધાભ્યાસની કઠોર ટીકા કરી છે. સાથે ધમકી ઉચ્ચારી છે કે, તે તેમના પરમાણુ શસ્ત્રોનો વિસ્તાર કરશે, જેથી દુશ્મનોનો મુકાબલો કરી શકે. 

આ ધમકી તેમણે તેની સૌથી આધુનિક યુદ્ધ - નૌકાનાં નિરીક્ષણ સમયે આપી હતી. આ યુદ્ધ નૌકા પરમાણુ શસ્ત્રો પણ લઈ જવાને સક્ષમ છે.

કીમ-જોંગ-ઉને સોમવારે ઉ. કોરિયાનાં નામ-પો નામક બંદરગાહની મુલાકાત લીધી હતી.

આ વખતે પૂર્વમાં પેસિફિક મહાસાગરમાં દક્ષિણ કોરિયા અને અમેરિકા સાથે મળી યુદ્ધાભ્યાસ કરી રહ્યા હતા. તે યુદ્ધાભ્યાસનું નામ તેમણે,'ઉલ્ચી-ફ્રીડમ-શીલ્ડ' તેવું આપ્યું છે. તેમાં ૨૧૦૦૦ સૈનિકો છે, જેમાં ૧૮૦૦૦ દક્ષિણ કોરિયાના સૈનિકો છે અને ૩૦૦૦ અમેરિકાના સૈનિકો છે.

ઉત્તર કોરિયા આવા યુદ્ધાભ્યાસોને આક્રમણની તૈયારીઓ તરીકે જ માને છે. તે બહાને તે પોતાના પરમાણુ શસ્ત્ર ભંડારો અને મિસાઇલ્સનો જથ્થો વધારી રહ્યું છે. આ પરિસ્થિતિમાં સમગ્ર કોરિયન દ્વિપકલ્પ યુદ્ધ પૂર્વેની સ્થિતિમાં જ રહ્યું છે.

અમેરિકા અને દક્ષિણ કોરિયાના યુદ્ધાભ્યાસ સમયે કીમ-જોંગ-ઉને જે યુદ્ધ-નૌકાનું નિરીક્ષણ કર્યું તેનું નામ ચોખે હ્યોન છે. તે ૫૦૦૦ ટનનું છે, તે પરમાણુ શસ્ત્રો અને મિસાઈલ્સ લઈ જઈ શકે તેવું છે.

કીમ-જોંગ-ઉને ધમકી આપતાં કહ્યું હતું કે, દેશ આસપાસ સલામતી પરિસ્થિતિ ગંભીર બનતી જાય છે. તેથી અમે પરમાણુ શસ્ત્રો અને મિસાઇલ્સની સંખ્યા વધારી છે.

(5:46 PM IST)