<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

બાળકો પોતાની કલ્‍પના મુજબનું જે ડ્રોઇંગ કરે એવું સોફટ ટોય બનાવી આપે છે ઓસ્‍ટ્રેલિયન ટીચર

લોકડાઉન દરમ્‍યાન આ ટીચરે સ્‍ટુડન્‍ટ્‍સના ઘરે-ઘરે જઈને તેમને ટોય્‍ઝ આપ્‍યાં હતાં

 

મેલબર્ન તા.૨૨: ઓસ્‍ટ્રેલિયાના મેલબર્નમાં રહેતા ૪૫ વર્ષના રેડ પાર્કર નામના ભાઈએ પોતાના દીકરા ઑસ્‍કરનાં ટીચરની અનોખી હોબીને સોશ્‍યલ મીડિયા પર વાઇરલ કરી છે. વાત એમ હતી કે ટીચરે ઑસ્‍કરના આખા ક્‍લાસને પોતાની કલ્‍પના મુજબનું ઍનિમલ કે ટોય દોરવાનું કહેલું. બધાએ જે ડ્રોઇંગ કરેલું અદ્દલ એવું જ સોફટ ટોય તેમની ટીચરે બનાવી આપ્‍યું હતું. માત્ર એક સ્‍ટુડન્‍ટને નહીં, ક્‍લાસમાં હતા એ તમામ બાવીસ સ્‍ટુડન્‍ટ્‍સને ટીચરે તેમની કલ્‍પના મુજબ દોરેલા ઍનિમલ કે મોન્‍સ્‍ટરને જેપનીઝ ગૂંથણકળાથી અસલી ટેડી બનાવી આપ્‍યાં હતાં. આવું કંઈ એકલદોકલ વાર નથી થયું. મેલબર્નનાં આ ટીચર દરેક ક્‍લાસમાં અને દરેક વર્ષના સ્‍ટુડન્‍ટ્‍સને આવું કરી આપે છે. ટીચરનું કહેવું છે કે એ મારી હોબી છે. નવાઈની વાત એ છે કે સ્‍ટુડન્‍ટે એ ડ્રોઇંગમાં જેવું પણ ગાંડુંઘેલું, અસ્‍તવ્‍યસ્‍ત સ્‍ટ્રોક્‍સ સાથેનું અને ક્‍યારેક તો સાવ જ ભદ્દું લાગે એવું ચિત્ર દોર્યું હોય તો પણ એમાંથી ટીચર ક્રીએટિવિટી વાપરીને સુંદર ટોય બનાવી આપે છે. આ ટીચરને પોતાનું નામ જાહેર નથી કરવું એટલે પેરન્‍ટ્‍સ રીલ બનાવીને સોશ્‍યલ મીડિયા પર મૂકે છે. લોકડાઉન દરમ્‍યાન આ ટીચરે સ્‍ટુડન્‍ટ્‍સના ઘરે-ઘરે જઈને તેમને ટોય્‍ઝ આપ્‍યાં હતાં.(૩૮.૯)

(10:01 AM IST)