તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th August 2025
યુ.કે.માં ઉડ્યન શીખવવા માટેનું હેલીકૉપટર તૂટી જતા ત્રણ લોકોના મૃત્યુના સમાચાર
ઇંગ્લેન્ડના આઇલ-ઓફ-લેઇટ નામના ટાપુના એક ખેતરમાં હેલીકૉપટર તૂટી પડતા લોકોમાં ભયનો માહોલ:ત્રણ લોકોના ઘટનાસ્થળેજ મોત:એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: ઈંગ્લેન્ડનાં 'આઈલ-ઓફ-લેઇટ' નામના ટાપુનાં એક ખેતરમાં હેલિકોપ્ટર તૂટી પડતાં લોકોમાં ગભરાટ અને દુ:ખ ફેલાઈ ગયા હતાં. નોર્ધમ્બરિયા-હેલિકોપ્ટર્સ કંપનીનું રોબિન્સન R.44 II પ્રકારનું આ હેલિકોપ્ટર ઉડ્ડયન શીખવાડવા માટે ઉપયોગમાં લેવાતું હતું. તે સેન્ડાઉન એરપોર્ટ ઉપરથી સ્થાનિક સમય પ્રમાણે સવારે ૯-૦૦ વાગે ઉપડયું હતું. તેમાં પાયલોટ ઉપરાંત ૩ પેસેન્જર્સ હતા, પરંતુ ૯-૩૦ કલાક પહેલાં 'શાનકિલન' વિસ્તારમાં ધોરી માર્ગ પાસેનાં એક ખેતરમાં તે તૂટી પડયું હતું.
આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓનાં સ્થળ ઉપર જ મૃત્યુ થયાં હતાં, જ્યારે એકને ગંભીર ઇજાઓ થઈ હતી. તેને તુર્ત જ સાઉધનટનનાં ટ્રોમા સેન્ટરમાં સારવાર અર્થે લઈ જવાયો હતો.
આ માહિતી આપતા સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટનાને નજરોનજર જોનારાઓએ કહ્યું હતું કે 'અમે હેલિકોપ્ટરને અંકુશ બહાર જતું જોયું હતું.'
તે સમયે એક વ્યક્તિ તેની મોટરમાં જઈ રહી હતી તેણે જોયું કે હેલિકોપ્ટર એક ખેતરની વાડ ઉપર પડયું. આ અંગે શેંકિલ-ટાઉન-કાઉસીલના એક વરિષ્ઠ કાઉન્સીલરે કહ્યું કે, અચાનક જ બનેલી આ દુર્ઘટનાથી શહેરમાં રહેલા નાગરિકો આંચકો ખાઈ ગયા હતા. અને સહજ રીતે વ્યથિત પણ થઈ ગયા હતા. હેલિકોપ્ટર ઉડાડતાં શીખનારાઓમાં કુટુમ્બીજનોનો આનંદ અચાનક શોકમાં ફેરવાઈ ગયો.
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
