<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

અફઘાનિસ્તાનમાં 5.4ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

છેલ્લા એક મહિનામાં અફઘાનિસ્તાનમાં આવ્યો આ ચોથો ભૂકંપ:ભૂકંપની દ્રષ્ટિએ એકદમ સંવેદન શીલ વિસ્તાર છે અફઘાનિસ્તાન:લોકોમાં ભયનો માહોલ

નવી દિલ્હી: બુધવારે અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ અંગે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે બુધવારે આવેલા ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી હતી. છેલ્લા એક મહિનામાં અફઘાનિસ્તાનમાં આ ચોથો ભૂકંપ છે. ભૂકંપની દ્રષ્ટિએ અફઘાનિસ્તાન એક સંવેદનશીલ વિસ્તાર છે. આવી સ્થિતિમાં અહીં સતત ભૂકંપ આવતા રહે છે.

આ અગાઉ 17 ઓગસ્ટે અફઘાનિસ્તાનમાં 4.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ અગાઉ 13 ઓગસ્ટે 10 કિલોમીટરની ઊંડાઈએ 4.2ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો. આ સિવાય 8 ઓગસ્ટે 10 કિલોમીટરની ઊંડાઈએ 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

 

 

(6:24 PM IST)