<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

ચીને માણસોની જેમ વાત કરતી Xiao રોબોટ કરી લોન્ચ

31ઑગસ્ટથી 1સપ્ટેમ્બર સુધી ચીનમાં યોજાઈ રહેલ SCO શિખર સંમેલનમાં રોબોટિક્સનો ઉપયોગ જોવા મળશે:નવો માનવીય રોબોટ મીડિયાના લોકોને કરશે મદદ:અઘતન ટેક્નોલોજીનું પણ કરશે પ્રદર્શન

નવી દિલ્હી: ચીનમાં 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી યોજાઈ રહેલા SCO શિખર સંમેલનમાં રોબોટિક્સનો ઉપયોગ જોવા મળશે. આ સમિટ માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 20થી વધુ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ઉપસ્થિત રહેશે. ચીને આ સંમેલન માટે ખાસ 'Xiao' નામનો માનવરૂપી રોબોટ તૈયાર કર્યો છે, જે મીડિયાના લોકોને મદદ કરશે અને પોતાની અદ્યતન ટેકનોલોજીનું પ્રદર્શન કરશે. Xiao એક હ્યુમનૉઇડ રોબોટ છે, જે ત્રણ ભાષા જાણે છે. તેને પત્રકારોની મદદ માટે બનાવવામાં આવ્યો છે. સમિટ દરમિયાન આ રોબોટ પ્રશ્નોના જવાબ આપશે. તેમજ આ રોબોટ બધા પ્રોટોકોલ્સનું પાલન કરશે. રોબોટમાં અદ્યતન સિસ્ટમનો અલ્ગોરિધમ છે. તેમાં એક ડેટાબેઝ પણ છે, જે જ્ઞાનનો ભંડાર માનવામાં આવે છે. રોબોટને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ, મીડિયા કર્મીઓ અને આયોજકો વચ્ચે વાતચીત કરવા માટે પણ ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યો છે. 

Xiaoના જણાવ્યા મુજબ, SCO શિખર સંમેલનમાં મીડિયા માટે વ્યવસ્થાની સાથે તિયાનજિનની સાંસ્કૃતિક વારસો દર્શાવતી પ્રવૃત્તિઓ જેવી કે વુડબ્લોક પ્રિન્ટ્સ અને પરંપરાગત હસ્તકલાઓ પણ પ્રદર્શિત કરાશે. ઉલ્લેખનીય છે કે, SCO એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે, જેની સ્થાપના 2001માં યુરેશિયા ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા જાળવી રાખવા માટે કરવામાં આવી હતી.

SCO સંમેલનને SCO શિખર સંમેલન પણ કહેવાય છે. આ સંગઠનના સભ્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને સરકાર પ્રમુખોની વાર્ષિક બેઠક હોય છે. આ સંમેલનમાં સભ્ય દેશો મળીને મહત્ત્વપૂર્ણ ભૌગોલિક-રાજકીય, આર્થિક અને સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા કરે છે.

 

 

(6:31 PM IST)