તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th August 2025
50વર્ષથી પણ વધુ સમય સુધી યુરોપિયન દેશો દ્વારા વિવિધ પ્રકારનો કરીણોત્સર્ગી કચરો એટ્લાન્ટિકમાં ફેંકવામાં આવ્યો હતો
વિજ્ઞાનીઓની ટીમે હાલમાં એટલાન્ટિક મહાસાગરના તળિયેથી 3355 બેરલ કચરો શોધી કાઢ્યો:આ કચરો દરિયાઈ જીવોને દુષિત કરે છે

નવી દિલ્હી: વર્ષ 1946 અને 1990ની વચ્ચે એટલે કે 50 વર્ષ કરતાં વધુ સમય સુધી યુરોપિયન દેશો દ્વારા વિવિધ પ્રકારનો કિરણોત્સર્ગી કચરો એટલાન્ટિક મહાસાગરમાં ફેંક્યો હતો. વિજ્ઞાનીઓની એક ટીમે હાલમાં એટલાન્ટિક મહાસાગરના તળિયે 3,355 બેરલ કિરણોત્સર્ગી કચરો શોધી કાઢ્યો છે, જે કુલ 200,000 બેરલ કિરણોત્સર્ગી કચરાનો એક નાનકડો હિસ્સો છે. હવે 35 વર્ષ પછી આ કિરણોત્સર્ગી પદાર્થો દરિયાઈ જીવોને દુષિત કરે અને માણસોમાં પ્રવેશવાનું જોખમ સર્જાયું છે. વિજ્ઞાનીઓની એક ટીમે હાલમાં એટલાન્ટિક મહાસાગરના તળિયે 3,355 બેરલ કિરણોત્સર્ગી કચરો શોધી કાઢ્યો છે. આ કચરો ફ્રાન્સના કિનારાથી દૂર દરિયામાં 13,000 ફૂટની ઊંડેથી મળી આવ્યો છે. આ સંખ્યા સમુદ્રના તળિયે પડેલા કિરણોત્સર્ગી કચરાથી ભરેલા બેરલની વાસ્તવિક સંખ્યાનો માત્ર એક નાનો ભાગ છે. 1946થી 1990ની વચ્ચેના સમયગાળામાં અંદાજિત 2,00,000થી વધુ બેરલ સમુદ્રમાં ડૂબાડી દેવાયા હતા.
વર્ષ 1946થી 1990 સુધી યુરોપિયન દેશોએ વિવિધ પ્રકારનો કિરણોત્સર્ગી કચરો એટલાન્ટિક મહાસાગરમાં નાંખવાની પ્રથા અપનાવી હતી. 50 કરતાં વધુ વર્ષોમાં કુલ મળીને 200,000 બેરલ કિરણોત્સર્ગી કચરાનો નિકાલ કરાયો હતો. અલબત્ત આ કાર્ય ન્યુક્લિયર એનર્જી એજન્સી (NEA)ની દેખરેખ હેઠળ કરાયું હતું. NEA 34 દેશોનું સંગઠન છે, જે પરમાણુ સલામતી અને કચરાના મેનેજમેન્ટનું કામ કરે છે. માણસોને કિરણોત્સર્ગની અસરથી સુરક્ષિત રાખવા માટે આ કચરો સમુદ્ર તળિયે ફેંકાયો હતો, પરંતુ હવે તે માનવજાતના આરોગ્ય માટે ગંભીર ખતરો બની ગયો છે.
(6:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
