<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

શ્રીલંકાના મધ્ય પર્વતીય વિસ્તારમાં એક બસ 1000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા ભયાનક અકસ્માત

15 લોકોના મોત:9 મહિલાઓનો સમાવેશ:નુવારા એલિયા જિલ્લાના એક ખતરનાક વળાંક પર બની આ હતી આ દુર્ઘટના

નવી દિલ્હી: શ્રીલંકાના મધ્ય પર્વતીય વિસ્તારમાં એક બસ 1000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા ભયાનક અકસ્માત થયો છે, જેમાં 15 લોકોના મોત થયા છે, જેમાં 9 મહિલાઓનો સમાવેશ થાય છે.

આ દુર્ઘટના નુવારા એલિયા જિલ્લાના એક ખતરનાક વળાંક પર બની હતી, જ્યાં બસનો ડ્રાઈવર વાહન પર કાબૂ ગુમાવતાં બસ સીધી ખીણમાં ખાબકી હતી.સ્થાનિક પોલિસ અને બચાવ ટીમો ઘટના સ્થળે તાત્કાલિક પહોંચીને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. અનેક ઘાયલોને નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમને ગંભીર ઇજાઓ પહોંચી છે.અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી છે અને પ્રાથમિક માહિતી મુજબ બસની બ્રેક ફેઇલ થવાની શક્યતા જણાઈ રહી છે.

મીડિયા રિપોર્ટ મુજબ, એલ્લા કસ્બા પાસે પહોંચેલી બસ પહેલા એક જીપ સાથે અથડાઈ હતી, ત્યાબાદ તે ઊંડી ખીણમાં ખાબકી હતી. સ્થાનિક સમય મુજબ રાત્રે લગભગ 9 વાગ્યની આસપાસ એક વળાંકવાળા રોડ પર સામેથી જીપ આવી રહી હતી, તે દરમિયાન બની તેની સાથે ટક્કર થઈ હતી. ટક્કર થયા બાદ ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બસ રસ્તાની રેલિંગ તોડીને ખીણમાં પડી ગઈ હતી. આ દુર્ઘટના બાદ તરત જ સેના, પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સ અને સ્થાનિક રહેવાસીઓએ મળીને બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હતી.

(7:02 PM IST)