<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

કંપની ભાડે આપી રહી છે ‘ગુંડા', ૩૦ મિનિટમાં કામ તમામ થઈ જશે!

હવે પાડોશી કે બોસ સાથે ઝઘડો થાય તો કોઈ ચિંતા નહીં! એક કંપની અનોખી અને ચોકાવનારી બિઝનેસ સર્વિસ ચલાવી રહી છે માત્ર થોડાક પૈસામાં તે બધા વિવાદને અડધા કલાકમાં ઉકેલી નાખે છે એટલું જ નહીં આ ગુંડા એકદમ કાનૂની રીતે કામ કરે છે

ટોકયો,તા.૦૯: જાપાન તેની ટેકનોલોજી, નવી શોધો અને અનોખી સર્વિસથી દુનિયાને હંમેશા આヘર્યમાં મૂકે છે. આ વખતે જાપાને તેની નવી પહેલથી લોકોને ચોંકાવ્‍યા છે. જાપાને બતાવી દીધું છે કે આ રીતે પણ બિઝનેસ કરી શકાય છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્‍ટ (SCMP) અનુસાર, જાપાનની એક કંપની રેન્‍ટલ ક્‍વાહિતો એ લોકોના ઝઘડા ઉકેલવા માટે નવો રસ્‍તો શોધી કાઢ્‍યો છે.

આ કંપની લોકોને ભયાનક દેખાતા અથવા કહો તો 'લીગલ ગુંડા' ભાડે આપે છે. થોડા પૈસામાં ભાડે મળતા આ ભયાનક લોકો તમારા વિવાદને અડધા કલાકમાં પૂરી રીતે ઉકેલી દેશે.કંપનીના જણાવ્‍યા મુજબ, આ ભયાનક લોકો ટકલા અને શરીર પર મોટા ટેટૂ ધરાવતા હોય છે, જેને જોઈને સામેવાળો પોતે જ ડરી જાય છે.

આ ભયાનક લોકોને ક્‍લાયન્‍ટ સાથે મોકલવામાં આવે છે અને તે માત્ર અડધા કલાકમાં પૂરી સમસ્‍યાનો ઉકેલ લાવી દે છે. પાડોશમાં ઝઘડો હોય કે કંપનીમાં કોઈ વિવાદ, આ લોકો નાના-મોટા તમામ વિવાદોને ઉકેલી દે છે. કંપનીના જણાવ્‍યા મુજબ, લોકો આ સર્વિસનો ઉપયોગ પાડોશીઓને શાંત કરવા, ઓફિસના બદતમીજ કર્મચારીઓને પાઠ ભણાવવા, બેવફા પાર્ટનરને લાઇન પર લાવવા માટે કરે છે. એટલું જ નહીં, જો કોઈ કંપનીમાં બોસે તમારી સેલરી રોકી છે તો આ ભયાનક લોકો તમારી સંપૂર્ણ મદદ કરી શકે છે. કંપનીએ દાવો કર્યો છે કે તેમની આ સર્વિસમાં તમામ વસ્‍તુઓ કાનૂની રીતે કરવામાં આવે છે. સાથે જ કહ્યું કે તેમના ભયાનક લોકો કોઈ ગેંગસ્‍ટર નથી. આ પ્રકારની સર્વિસનો લાભ લેવા માટે લોકોને ૩૦ મિનિટ માટે ૨૦ હજાર યેન (૧૨ હજાર રૂપિયા) ખર્ચવા પડશે. ૩ કલાક સુધીની સર્વિસનો ચાર્જ ૩૦ હજાર રૂપિયા છે. જો ક્‍લાયન્‍ટ શહેરની બહારનો છે, તો ટ્રાવેલિંગનો ખર્ચ પણ ઉઠાવવો પડશે. આ સર્વિસ પર લોકોના શું રિએક્‍શન છે તે જાણીએ. એક વ્‍યક્‍તિએ લખ્‍યું છે, આ સર્વિસ ખૂબ જ ફાયદાકારક છે. બીજાએ કહ્યું કે, 'આ સર્વિસ તેમના માટે સારી છે, જેમને લોકો નબળા સમજીને દબાવતા રહે છે'. એક વ્‍યક્‍તિએ લખ્‍યું છે કે, માનો કે બંને પાર્ટીએ ભાડે આવા ભયાનક લોકો બોલાવી લીધા તો શું થશે?(૪૦.૩૨)

(3:10 PM IST)