તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th September 2025
મેક્સિકોમાં સર્જાયેલ ગંભીર અકસ્માતમાં 10 લોકોના મૃત્યુ
એક ટ્રેને ડબલ ડેકર બસને લીધી હડફેટે:40થી વધુ લોકો ઈજાગ્રસ્ત:સમગ્ર ઘટના બની એક સિગ્નલ પર

નવી દિલ્હી: મેક્સિકોમાં એક ટ્રેને ડબલ ડેકર બસને અડફેટે લીધી હતી, આ ઘટનામાં આશરે 10 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે ટ્રેને બસને ન માત્ર ઢસડી સાથે તેના બે ફાટા કરી નાખ્યા હતા. આ સમગ્ર ઘટના એક સિગ્નલ પર બની હતી, આ સિગ્નલ પરથી ટ્રેન પસાર થવાની હોવાથી તમામ વાહનો થંભી ગયા હતા. જોકે એક પેસેંજર બસનો ડ્રાઇવર ભાન ભુલી ગયો હોય તેમ બસને સિગ્નલ ક્રોસ કરીને આગળ લઇ જવા માગતો હતો, પરંતુ પુર ઝડપથી આવી રહેલી ટ્રેને આ બસને ટક્કર મારી હતી અને પોતાની સાથે ઢસડી ગઇ હતી. આ સમગ્ર ઘટના સ્થળ પર લગાવાયેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. આ ઘટના બાદ મેક્સિકોમાં રેલવે ક્રોસિંગમાં પુરતી વ્યવસ્થાના અભાવને લઇને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઘટના બાદ સ્થાનિક પોલીસ, રેસ્ક્યૂ ટીમ અને એમ્બ્યુલંસ સ્થળ પર પહોંચ્યા હતા. આ ઘટનામાં દસ જેટલા લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૪૦થી વધુ ઘાયલ લોકોને રેસ્ક્યૂ કરાયા હતા જોકે કેટલાકની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
