<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

૧૪ કલાક સુધી હોમવર્ક કરવાથી માંદા પડેલા ૧૧ વર્ષના છોકરાને કરવો પડયો હોસ્‍પિટલાઇઝ

 

ચાંગ્‍શા, તા.૨૨: ચીનના ચાંગ્‍શા શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્‍કૂલમાં ભણતો ૧૧ વર્ષનો છોકરો વધુપડતા ઉજાગરા કરીને ભણવા અને હોમવર્ક કરવામાં વ્‍યસ્‍ત રહેતાં તેની તબિયત લથડી હતી. ચાઇનીઝ મીડિયામાં છપાયેલા એક રિપોર્ટ મુજબ લિયાંગલિયાંગ નામના ૧૧ વર્ષના એક છોકરાને તેના પેરન્‍ટ્‍સે આખો દિવસ ભણવાનું કહ્યું હતું. તે સવારે આઠ વાગ્‍યે ઊઠ્‍યો ત્‍યારથી રાતે ૧૧ વાગ્‍યા સુધી જરાય ગૅપ લીધા વિના હોમવર્ક અને અભ્‍યાસ કરતો રહ્યો હતો. જોકે એ પછી અચાનક જ તેની તબિયત બગડી ગઈ. તેને બેચેની, શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર અને માથાનો દુખાવો થવા લાગ્‍યાં. હાલત એટલી બગડી કે તેના હાથ-પગ ઠંડા પડવા લાગ્‍યા. ગભરાયેલા પેરન્‍ટ્‍સે દીકરાને તરત હૉસ્‍પિટલમાં પહોંચાડ્‍યો જ્‍યાં ડૉક્‍ટરોએ તેને ખૂબ સ્‍ટ્રેસને કારણે હાઇપરવેન્‍ટિલેશનની સમસ્‍યા હોવાનું કહ્યું હતું. (રર.૧૯)

(3:40 PM IST)