તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th September 2025
કચરો પણ જો યોગ્ય રીતે એકઠો કરીને રીસાઇકલ કરવામાં આવે તો એ કંચન બની શકે છે
અમીરોએ ફેંકી દીધેલી ચીજો રિપેર કરી, મોંઘા ભાવે રીસેલ કરીને અમીર બની ગયાં આ બહેન

ટેકસાસ, તા.૨૪: કચરો પણ જો યોગ્ય રીતે એકઠો કરીને રીસાઇકલ કરવામાં આવે તો એ કંચન બની શકે છે. ફર્નિચર જેવા કબાડ માટે પણ આ વાકય સાચું પાડ્યું છે અમેરિકાના ટેક્સસમાં રહેતાં ૩૦ વર્ષનાં મૅગી મૅકગૉએ. સામાન્ય રીતે કબાડમાં ફેંકી દેવાયેલું ફર્નિચર આ બહેન ઉઠાવી લાવે છે અને પછી પોતાની ક્રીએટિવિટી વાપરીને એને એકદમ નવું જ સ્વરૂપ આપે છે. આ નવું રીસાઇકલ્ડ ફર્નિચર વેચીને તેને અઢળક કમાણી થઈ રહી છે. એવું નથી કે આ બહેન છુપાવે છે કે તેમણે તૈયાર કરેલું ફર્નિચર સેકન્ડહૅન્ડ છે. બહેન કયાંથી કબાડ ઉઠાવી લાવે છે અને કઈ રીતે એને રિનોવેટ કરે છે એની આખી -ોસેસનો વિડિયો બનાવે છે અને એ રીલ્સ સોશ્યલ મીડિયા પર શૅર કરે છે. આ વિડિયો જોઈને જ તેને ખરીદદારો મળી જાય છે. તેના સોશ્યલ મીડિયાના ૧૯ લાખથી વધુ ફૉલોઅર્સ છે અને સાડાચાર કરોડથી વધુ લાઇક્સ મેળવી ચૂકયાં છે.
આ સિલસિલો ૨૦૨૦થી શરૂ થયો છે. તેની પાસે જ્યારે પૈસાની બહુ તંગી હતી ત્યારે તે રોડ પર એમ જ ફરી રહી હતી. રોડની કિનારીએ તેને જૂનું ટેબલ પડેલું મળ્યું. તેની પાસે કોઈ કામ નહોતું અને પૈસા પણ નહોતા એટલે તેને થયું કે ચાલ, આ ટેબલ ઘરે રાખી લઉં, એને થોડુંક પેઇન્ટ કરીને ઘર માટે સારું રહેશે. મૅગી કહે છે કે આ પહેલાં મેં કદી પેઇન્ટ બ્રશ ઉઠાવ્યું નહોતું, પણ એ દિવસે મારી જિંદગી બદલાઈ ગઈ. ઘણી વાર તો કબાડ લાવીને રિનોવેટ કર્યાની રીલ શૅર કરી એ પછી બે જ કલાકમાં વેચાઈ જાય છે. કચરામાંથી મળેલી ચીજો વીસથી પચાસ હજાર રૂપિયામાં આરામથી વેચાઈ જાય છે.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
