તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th September 2025
વેનેઝુએલામાં 6.2ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા
રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્રના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર પૂર્વ-ઉત્તરમાં હતું:રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.2ની નોંધાઈ હતી:માત્ર 7.8કિલોમીટરની ઊંડાઇએ જ હતું

નવી દિલ્હી: વેનેઝૂએલામાં આજે સવારે આશરે ૩.૫૧ વાગે, ધરતીકંપનો આંચકો લાગ્યો હતો. રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્રનાં જણાવ્યા પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર પૂર્વ-ઉત્તરમાં હતું. ભૂકંપની તીવ્રતા રીક્ટર સ્કેલ ઉપર ૬.૨ની નોંધાઈ હતી અને તે માત્ર ૭.૮ કિલોમીટરની ઊંડાઈએ જ હતું.
હજી સુધીમાં પ્રાપ્ત થયેલા રીપોર્ટસ પ્રમાણે, ભૂકંપનું કેન્દ્ર મેને-ગ્રાન્ડો શહેરથી આશરે ૨૪ કિ.મી. દૂર પૂર્વ-ઉત્તરમાં હતું.
આ ભૂકંપના આંચકા પાડોશી દેશ કોલંબિયામાં પણ લાગ્યા હતા. તેથી લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ પ્રસરી રહ્યું હતું. જો કે હજી સુધી કોઈ મોટુ નુકસાન કે જાનહાની, વેનેઝૂએલા કે કોલંબિયામાં થઈ હોવાનું જાણવા મળ્યું નથી.
વેનેઝૂએલાની સરકારે તો હજી સુધીમાં કોઈ વિશેષ માહિતી આપી નથી. પરંતુ અમેરિકી એજન્સીઓ જણાવે છે કે, ભૂકંપના આંચકા ઘણા ખતરનાક હતા. પરંતુ તેથી સુનામી ઉઠવાનો કોઈ ભય નથી, કે સમુદ્રનાં મોજાઓ પણ બહુ ઊંચા ઊછળ્યા નથી.
મેને ગ્રાન્ડે ક્ષેત્રનું મહત્વ તે છે કે, તે દુનિયાનો સૌથી મોટો તેલ-ભંડાર ગણાય છે.
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
