<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

નાઇજીરિયામાં સોનાની ખાણ ધસી પડતા 100 શ્રમિકોના મૃત્યુની આશંકા

નાઈજિરીયાના ઝામ્ફારા રાજ્યમાં સોનાની ખાણ ધસી પડવાથી ઓછામાં ઓછા 100 શ્રમિકોના મૃત્યુની આશંકા:મોટી સંખ્યામાં શ્રમિકો ભૂગર્ભમાં કરી રહ્યા હતા કામ

નવી દિલ્હી: નાઇજીરીયાના ઝામ્ફારા રાજ્યમાં સોનાની ખાણ ધસી પડવાથી ઓછામાં ઓછા 100 શ્રમિકોના મોતની આશંકા છે. ગુરુવારે મારુ સ્થાનિક સરકારી વિસ્તારમાં કાદોરી ખાણમાં આ ઘટના બની હતી, જ્યારે મોટી સંખ્યામાં શ્રમિકો ભૂગર્ભમાં કામ કરી રહ્યા હતા.

સ્થાનિક રહેવાસી સનુસી ઔવાલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 13 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં તેમના પિતરાઈ ભાઈનો પણ સમાવેશ થાય છે. બચી ગયેલા શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. ઝામફારા માઇનર્સ યુનિયનના મુહમ્મદુ ઇસાએ જણાવ્યું હતું કે બચાવ કાર્યકરોને પણ ગૂંગળામણનો સામનો કરવો પડ્યો હતો.

આ પ્રદેશમાં ગેરકાયદેસર ખાણકામ સામાન્ય છે, અને સશસ્ત્ર ગેંગ ઘણીવાર ખાણો પર નિયંત્રણ રાખે છે, જેના કારણે દુર્ઘટનાઓ અને હિંસાનું જોખમ વધે છે. પોલીસ પ્રવક્તા યાજીદ અબુબાકરે હજુ સુધી આ ઘટના અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

ગયા અઠવાડિયે નાઇજીરીયાના એક સંવેદનશીલ વિસ્તારમાં સશસ્ત્ર શખ્સોએ એક જૂથ પર હુમલો કર્યો હતો, જેમાં 14 નાઇજીરીયન સૈનિકો માર્યા ગયા હતા, એમ દેશના સંરક્ષણ પ્રધાને એક નિવેદનમાં જણાવ્યું હતું. આ પશ્ચિમ આફ્રિકન દેશમાં ઉગ્રવાદી હુમલાઓની વધતી જતી સંખ્યામાં આ નવીનતમ ઘટના છે.

 

(6:48 PM IST)