News of Monday, 29th September 2025
૧૦ કિલો સોનાનો ડ્રેસઃ કિંમત ૧૧ કરોડ રૂપિયા
સાઉદી અરેબિયાની અલ સોમાઇઝન ગોલ્ડ એન્ડ જ્વેલરી કંપનીએ એની ડિઝાઇન તૈયાર કરી : આ પીસ પર નાજુક નકશીકામ કરવા ઉપરાંત બહુરંગી કીમતી સ્ટોન્સ પણ જડેલા છે જે અરેબિયન સંસ્કૃતિની ધરોહર અને મોડર્ન કલાનું ફયુઝન છે.

શારજાહ તા.૨૯: શારજાહના જ્વેલરી એક્સ્પોમાં રજૂ થયો છે એક અનોખો દુબઈ ડ્રેસ. એનું અનાવરણ કર્યું ત્યારે સૌની આંખો ચોંકી ગઈ હતી, કેમ કે દુબઈ ડ્રેસ નામનો આ અનોખો પીસ શુદ્ધ ૨૧ કેરેટ સોનાનો છે. સાઉદી અરેબિયાની અલ સોમાઇઝન ગોલ્ડ એન્ડ જ્વેલરી કંપનીએ એની ડિઝાઇન તૈયાર કરી છે, જેને સોનાના સૌથી ભારે ડ્રેસ તરીકે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ તરીકે નોંધવામાં આવ્યો છે. વધુ ચોક્કસ આંકડો કહે છે કે સોનાના આ ડ્રેસનું વજન ૧૦.૦૮૧૨ કિલો છે. આ શાનદાર ડ્રેસની કિંમત ૪.૬ મિલ્યન દિરહામ એટલે કે લગભગ ૧૧ કરોડ રૂપિયા જેટલી છે. આ ડ્રેસમાં માથા પર પહેરવાના મુગટ જેવું છે જે ૩૯૮ ગ્રામનો છે, ગળામાં હાર જેવી રચના લગભગ ૮૮૧૦ ગ્રામ જેટલી છે. ૧૩૧ ગ્રામનાં ઇઅર-રિંગ્સ છે. આ પીસ પર નાજુક નકશીકામ કરવા ઉપરાંત બહુરંગી કીમતી સ્ટોન્સ પણ જડેલા છે જે અરેબિયન સંસ્કૃતિની ધરોહર અને મોડર્ન કલાનું ફયુઝન છે.(૩૮.૩)
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
