<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

દક્ષિણ કોરિયામાં લગ્ન પહેલા વરરાજાની થાય છે ધોલાઈઃ ઊંધો લટકાવીને બૂટ અને લાકડીથી પડે છે માર

આ વિધિ વરરાજાના પુરુષત્‍વ અને ધીરજની પરીક્ષા તરીકે માનવામાં આવે છે

સીઉલ તા.૩૦: લગ્ન ફક્‍ત બે લોકોનું મિલન નથી, તે સંસ્‍કૃતિઓ, પરંપરાઓ અને ક્‍યારેક વિચિત્ર વિધિઓનું પણ મિલન છે. દુનિયાભરના લગ્નોમાં કેટલાક અસામાન્‍ય રિવાજો જોવા મળે છે, જે તમને ચોંકાવી દેશે. આવી જ લગ્ન પરંપરા આ દેશમાં જોવા મળે છે, જે ખાસ કરીને વરરાજા માટે છે.

આ વિધિ દક્ષિણ કોરિયામાં કરવામાં આવે છે. લગ્ન પહેલાં વરરાજાએ એક વિચિત્ર વિધિ કરવી પડે છે. આ વિધમાં પહેલા, વરના મિત્રો તેમના જૂતા કાઢીને તેને ઊંધો લટકાવી દે છે. આ પછી, તેના તળિયા પર જૂતા, લાકડીઓ અને પીળી કોર્વિના નામની ખાસ માછલીથી હળવો માર મારવામાં આવે છે. જણાવી દઈએ કે, આ ધાર્મિક વિધિ કન્‍યાના કોઈપણ સંબંધી કે, મિત્રોની હાજરી વિના કરવામાં આવે છે. ફક્‍ત વરરાજાના મિત્રો અને સંબંધીઓ જ તેમાં ભાગ લે છે.

એવું માનવામાં આવે છે કે, આ ધાર્મિક વિધિ વરરાજાને માનસિક અને શારીરિક રીતે લગ્ન જીવન માટે તૈયાર કરે છે અને તે જીવનમાં આવતા કોઈપણ પડકારોનો સામનો કરવાની ક્ષમતા મેળવે છે.

વધુમાં, આ ધાર્મિક વિધિ વરરાજાના પુરુષત્‍વ અને ધીરજનું પ્રતીક માનવામાં આવે છે. ધાર્મિક વિધિ દરમિયાન, વરરાજાને સખત માર મારવામાં આવે છે, પરંતુ તેણે આ વિધિ દરમિયાન પ્રતિકાર કરી શકતા નથી. આ તેની બહાદુરી અને કન્‍યા પ્રત્‍યેની સહનશક્‍તિ દર્શાવે છે

સમય જતાં, આ ધાર્મિક વિધિ નોંધપાત્ર રીતે વિકસિત થઈ છે. પહેલાં, વરરાજાને ખરેખર માર મારવામાં આવતો હતો, પરંતુ હવે તે મુખ્‍યત્‍વે મનોરંજન અને મજાકના સ્‍વરૂપ તરીકે જોવામાં આવે છે.

આ ધાર્મિક વિધિ વરરાજા અને તેના મિત્રો વચ્‍ચેની મજા અને ઉલ્‍લાસનો એક ભાગ બની ગઈ છે. આ દક્ષિણ કોરિયન ધાર્મિક વિધિની જેમ, વિશ્વભરમાં ઘણી વિચિત્ર અને રસપ્રદ લગ્ન વિધિઓ જોવા મળે છે. ભારતમાં વરરાજાના જૂતા છુપાવવાની પરંપરા, આફ્રિકામાં કન્‍યાની રેસ, અથવા જાપાનમાં સમુરાઇ-થીમ આધારિત લગ્ન, બધું જ પોતાની રીતે અદભૂત અને આヘર્યજનક છે.

(10:18 AM IST)