<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

ન્યુયોર્ક એરપોર્ટ પર ડેલ્ટા એરલાઇન્સના બે જેટ્સ ટેક્ષી બે પર અથડાયા હોવાની માહિતી

રાત્રીના સમયે બે વિમાનો ટેક્ષી વે પર અથડાયા:માત્ર પાંખ અથડાતા વિમાનને નથી થયું ખાસ નુકશાન:એક કર્મચારી વિમાનમાં જ પડી જતા ઈજાગ્રસ્ત

નવિ દિલ્હી: ડેલ્ટા એરલાઇન્સના બે વિમાનો ગઈકાલે રાત્રે ટેક્ષી વે પર અથડાઈ ગયા હતા. બુધવારે રાત્રે બનેલી આ ઘટના અંગે ડેલ્ટા એરવેઝના આંતરિક ઉડ્ડયન વિભાગે જણાવ્યું હતું કે કેરોલિનાના ચાર્લોટીથી આવતા વિમાનના પડખા સાથે વર્જિનિયાના રોનોક તરફ જઈ રહેલા અમારા જ વિમાનની પાંખ અથડાઈ હતી. જો કે તેથી વિમાનને ખાસ નુકસાન થયું નથી. માત્ર એક કર્મચારી વિમાનમાં જ પડી જતાં તેને જરા ઇજા થઈ હતી. તેને તુર્ત જ હોસ્પિટલ લઈ જવાયો હતો. જયાં તેની સ્થિતિ ચિંતાજનક નહીં હોવાનું કહેવામાં આવ્યું હતું.

ડેલ્ટા એરલાઇન્સના આ બંને વિમાનો ડેલ્ટા પાસેથી વીઝ ઉત્તર થઈ પ્રાદેશિક વમાન એન્ડાવર એચ ઓપરેટ કરે છે.

આ ઘટના અંગે ડેલ્ટા એરવેઝે પ્રવાસીઓની માફી માગી હતી. અને કહ્યું હતું કે પ્રવાસીઓની સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અને આ તકલીફ માટે અમારા ગ્રાહકોની ક્ષમા માગીએ છીએ.

જો કે ડેલ્ટા એરવેઝે આ ઘટના પછી પણ પોતાની ફલાઇટસ નિયમનુસાર ચાલશે સમય પત્રકમાં પણ કશો ફેરફાર નહીં કરાય તેમ જણાવ્યું હતું.

(5:45 PM IST)