<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

ચીનમાં ડુક્કરનું લિવર ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કર્યા બાદ માણસ ૧૭૦થી વધુ દિવસ જીવ્‍યો

ચીનમાં ડોક્‍ટરોની અનોખી સિદ્ધિ જનેટિકલી સુધારેલા ડુક્કરના લિવરથી માનવ શરીરમાં સફળ કાર્યઃ લિવર ટ્રાન્‍સપ્‍લાન્‍ટ ક્ષેત્રમાં નવી આશા

બેઈજિંગ,તા.૧૦: ચીનના ડોક્‍ટરોએ જનેટિકલી સુધારેલા ડુક્કરનું લિવર ૭૧ ટ્ટ વર્ષના એક માણસમાં ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કર્યું હતું, જે સર્જરી બાદ ૧૭૧ દિવસ સુધી જીવ્‍યો - જેમાંથી ૩૮ દિવસ સુધી ડુક્કરનું લિવર તેના શેરમાં કામ કરતું રહ્યું હતું. આ પ્રકારનો સફળ કિસ્‍સો પ્રથમવાર વૈજ્ઞાનિક સમીક્ષા કરાયેલા ‘જર્નલ ઓફ હેપેટોલોજી'માં પ્રકાશિત થયો છે. આ ઘટનાએ અંગોના પ્રત્‍યાર્પણના ક્ષેત્રમાં નવી આશા જન્‍મી છે.

વિજ્ઞાનીઓએ અગાઉ ડુક્કરના હૃદય, અને કિડની માનવોમાં ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કર્યા હતા, પરંતુ લિવર ટ્રાન્‍સપ્‍લાન્‍ટ માનવ શરીરમાં સફળ રહેશે કે નહીં તે અંગે શંકાઓ હતી. હવે આ પ્રયોગ બાદ નિષ્‍ણાતો માનતા થયા છે કે લિવર પણ ભવિષ્‍યમાં સફળ વિકલ્‍પ બની શકે છે.

ફર્સ્‍ટ એફિલિએટેડ હોસ્‍પિટલ ઓફ એનહુઇ મેડિકલ યુનિવર્સિટીના પ્રમુખ ડો. બૈચેંગ સુન કહે છે કે, લોકો હંમેશા કહેતા હતા કે લિવર ટ્રાન્‍સપ્‍લાન્‍ટ ખૂબ જટિલ છે, પરંતુ આ પરિણામો પછી લોકોનો દ્રષ્ટિકોણ બદલાશે. ડુક્કરમાં પૂરતી માનવીય જનેટિક સુધારાઓ થાય, તો લિવર ટ્રાન્‍સપ્‍લાન્‍ટ પણ સફળ બની શકે. લિવર માનવ શરીરનું અગત્‍યનું અંગ છે જે લોહી ફિલ્‍ટર કરે છે, ઝેર અનેં કચરો દૂર કરે છે, પાચન માટે પિત્ત ઉત્‍પન્ન કરે છે, બ્‍લડ શુગર અને પ્રોટીનનું નિયંત્રણ રાખે છે.

૨૦૨૪ના મે મહિનામાં ચીનના એનહુઈ મેડિકલ યુનિવર્સિટીના ડોક્‍ટરોએ ૧૧ મહિનાના ક્‍લોન ડુક્કરનું લિવર એક વૃદ્ધપુરુષમાં ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કર્યું. આ ડુક્કરના જિનેટિક માળખામાં ૧૦ ફેરફાર કરાયા હતા, જેથી લિવર માનવ શરીર દ્વારા સ્‍વીકારવામાં સહાયક બને અને રિજેકશનનો ખતરો ઘટે. દર્દીને અગાઉ

ટ્ટ હેપેટાઈટિસ બીથી થયેલ સિરોસિસ અને લિવરમાં મોટો ટ્‍યુમર હતો. સર્જરી પછી ડુક્કરનું લિવર તાત્‍કાલિક કાર્યરત બન્‍યું અને પિત્તનું ઉત્‍પાદન શરૂ થયું.

સર્જરી બાદના દસમા દિવસે સુધી દર્દીમાં કોઈ નકારાત્‍મક પ્રતિક્રિયા જોવા મળી ન હતી. પરંતુ ૨૫મા દિવસે હૃદય પર તાણના લક્ષણો દેખાયા અને બાદમાં શરીરમાં સોજો તથા રક્‍તવાહિનીઓમાં સૂક્ષ્મ કઠણતા જોવા મળી. ૩૮મા દિવસે ડોક્‍ટરોએ ડુક્કરનું લિવર દૂર કર્યું કારણ કે દર્દીનું પોતાનું લિવર પૂરતું કાર્યરત થઈ ગયું હતું. દર્દી બાદમાં આંતરિક રક્‍તસ્રાવથી મૃત્‍યુ પામ્‍યો, પરંતુ તેની લિવર ટ્રાન્‍સપ્‍લાન્‍ટ પ્રક્રિયાએ વૈજ્ઞાનિકોને નવી દિશા આપી.

શોધકોએ જણાવ્‍યું કે આ પ્રયોગે ડુક્કરથી માનવ લિવર ટ્રાન્‍સપ્‍લાન્‍ટની શક્‍યતાઓ અંગે મહત્‍વપૂર્ણ માહિતી પૂરી પાડી છે. અભ્‍યાસ મુજબ, આ પદ્ધતિ 'માનવીય લિવર પુનઃસ્‍થાપિત થાય ત્‍યાં સુધી' અસરકારક સપોર્ટ તરીકે ઉપયોગી બની શકે છે. જર્મનીના હેનોવર મેડિકલ સ્‍કૂલના પ્રોફેસર ડો. હેઇનર વેડેમેયરે જણાવ્‍યું હતું કે, આ પ્રયોગ અત્‍યંત ક્રાંતિકારી છે. તે ગંભીર લિવર ફેલ્‍યોર ધરાવતા દર્દીઓ માટે નવી આશા આપી શકે છે. તેમણે ઉમેર્યું કે ભવિષ્‍યમાં ડુક્કરનું લિવર તાત્‍કાલિક ઉપચાર તરીકે ઉપયોગી થઈ શકે છે, જે માનવજીવન બચાવવામાં મદદરૂપ થશે. 

(9:20 AM IST)