તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th October 2025
અફઘાનિસ્તાનમાં મોડી રાતે પાકીસ્તાને એરસ્ટ્રાઇક કરી હોવાની આશંકા
રાત્રીના સમયે કાબુલમાં એક પછી એક થયેલ જોરદાર વિસ્ફોટોએ સમગ્ર શહેરને હચમચાવી દીધું:હજુ સુધી કોઈ પણ જૂથ દ્વારા આ હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી નથી

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગુરુવારે રાત્રે એક પછી એક થયેલા જોરદાર વિસ્ફોટોએ સમગ્ર શહેરને હચમચાવી દીધું હતું. સ્થાનિક મીડિયા અનુસાર, આ ધમાકા કાબુલના ડિસ્ટ્રિક્ટ 8 અને અબ્દુલહક ચોક પાસે સંભળાયા હતા, જ્યાં સરકારી કચેરીઓ અને રહેણાંક વિસ્તારો આવેલા છે. પ્રાથમિક અહેવાલોમાં આ વિસ્ફોટને લઈને એવા દાવા પણ કરવામાં આવી રહ્યા છે કે બની શકે કે પાકિસ્તાન દ્વારા આ એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી. જોકે હજુ સુધી કોઈ પણ જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. આ ઘટના એવા સમયે બની છે જ્યારે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી ભારતના ઐતિહાસિક પ્રવાસે નવી દિલ્હી પહોંચ્યા છે. 2021માં તાલિબાન શાસને સત્તા સંભાળ્યા બાદ આ પ્રથમ ઉચ્ચ-સ્તરીય મુલાકાત છે, જે બંને દેશો વચ્ચે આર્થિક અને કૂટનીતિક સંબંધોને મજબૂત કરવાનો સંકેત આપી રહી છે. કાબુલમાં થયેલા આ તાજેતરના વિસ્ફોટોને કારણે ક્ષેત્રીય તણાવમાં વધુ વધારો થવાની સંભાવના છે.
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
