<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

હમાસની કેદમાં નથી રહ્યા હવે કોઈ પણ ઇઝરાયલી:તમામ 20 બંધકોને કર્યા મુક્ત

ઈઝરાયલમાં આજે જોવા મળ્યો દિવાળીનો માહોલ:બે વર્ષના યુદ્ધનો આવ્યો અંત;સીઝફાયર કરાર હેઠળ ગાઝામાંથી બંધકોને મુક્ત કરવામાં આવ્યા;હજુ સુધી નથી મળી કોઈ સત્તાવાર માહિતી

નવી દિલ્હી: ઈઝરાયલમાં આજે દિવાળી જેવો ખુશીનો માહોલ છે. બે વર્ષના યુદ્ધ બાદ ઈઝરાયલ અને હમાસ વચ્ચે સીઝફાયર કરાર હેઠળ ગાઝામાંથી બંધકો મુક્ત કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, પ્રથમ તબક્કામાં સાત બંધક રેડ ક્રોસને સોંપવામાં આવ્યા છે. જો કે, હજી કોઈ સત્તાવાર જાણકારી મળી નથી. કરાર હેઠળ હમાસે અંતિમ 20 જીવિત બંધકોને મુક્ત કરવાના છે. આ બંધકોનું સ્વાગત કરવા માટે ઈઝરાયલના લોકો રસ્તા પર નાચી-કૂદી રહ્યા છે. બીજી બાજુ ગાઝા ઈઝરાયલ દ્વારા કેદ પેલેસ્ટાઈનના સેકડોં લોકોને મુક્ત કરવાની રાહ જોઈ રહ્યું છે. હમાસે આજે સોમવારે સવારે 20 જીવિત બંધકોની યાદી જાહેર કરી છે. જેમને સીઝફાયર કરાર હેઠળ મુક્ત કરવામાં આવશે. સાથે તેમણે 1900થી વધુ પેલેસ્ટાઈન કેદીઓની પણ એક યાદી જાહેર કરી છે. જે ઈઝરાયલના અધિકારીઓને સોંપી તેમને મુક્ત કરવા કહ્યું છે. ઉલ્લેખનીય છે, રેડ ક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિ બંધકોની મુક્તિ પર દેખરેખ રાખી રહી છે. તેની દેખરેખ હેઠળ બંધકોની અદલા-બદલી કરવામાં આવશે. મુક્તિ પહેલાં ઈઝરાયલમાં ખુશીનો માહોલ છે. ટીવી સ્ટેશન વિશેષ કવરેજ કરી રહ્યા છે. તેલ અવીવના હોસ્ટેજેસ સ્ક્વાયરની મોટી સ્ક્રીન પાસે લોકો એકઠા થઈ સતત સમાચાર પર નજર રાખી રહ્યા છે.
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે કે, શાંતિ કરાર હેઠળ હમાસે ગાઝામાં કેદ 20 ઈઝરાયલી બંધકોને મુક્ત કર્યા છે. હવે તેની પાસે કોઈ જીવિત ઈઝરાયેલી બંધક નથી. નેતાન્યાહુની ઓફિસે પણ ખાતરી કરી છે કે, ગાઝામાંથી 7 બંધકો મુક્ત કરી દેવામાં આવ્યા છે. અન્ય 13 બંધકો ટૂંકસમયમાં ઈઝરાયલ પરત ફરશે.

 

(5:46 PM IST)