તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th October 2025
પતિએ ગાયના બદલામાં પત્નિ દાન કરી દીધી

જાકાર્તા, તા.૧૮: ઇન્ડોનેશિયામાં એક પતિએ પોતાની પત્નીને તેના પ્રેમીને સોંપવા માટે બદલામાં એક ગાય લીધી હતી. સુલાવેસી પ્રાંતમાં એક પતિએ પોતાની જ પત્નીના અફેરને શાંતિપૂર્ણ રીતે સુલઝાવવા માટે આ રસ્તો કાઢયો હતો. આ જનજાતિમાં મોવે સરાપુ નામની પરંપરા છે જેનો અર્થ થાય છે સોંપી દો અને જવા દો. આ પરંપરા મુજબ એક પતિએ પોતાની પત્નીના લવઅફેરની વચ્ચે આવવાને બદલે પત્નીને દાનમાં આપી દેવાનું પસંદ કર્યું હતું. આ જનજાતિમાં પત્નીના બદલામાં કોઈક ચીજ કે પૈસાની લેવડદેવડ કરવાને કશું ખોટું ગણવામાં નથી આવતું. નવાઈની વાત એ છે કે એક હાથ દે અને બીજા હાથે લે જેવો સમારંભ પણ યોજાય છે. આ કાર્યક્રમમાં પતિ પણ હાજર રહ્યો હતો અને પ્રેમીએ તેને એક ગાય, સ્ટીલની એક કીટલી અને ૨૫૦૦ રૂપિયા આપ્યા અને પતિએ પોતાની પત્ની પેલા પ્રેમીના હવાલે કરી દીધી હતી.
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
