News of Tuesday, 14th October 2025
રશિયા-યુક્રેન વચ્ચે સમાધાન કરવા માટે ટ્ર્મપે આ દેશના નેતાને કરી ભલામણ
તુર્કેયીના પ્રમુખ આ યુદ્ધને પૂર્ણ કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવી શકે છે:એર્દોગનની રાજદ્વારી ક્ષમતા યુદ્ધને સમાપ્ત કરવામાં મદદરૂપ થઇ શકે તે વાત પર ટ્રમ્પએ મુક્યો ભાર:ઝેલેન્સ્કી સાથે પણ કરવામાં આવશે બેઠક

નવી દિલ્હી: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ફરી એકવાર કહ્યું કે, તુર્કીયેના પ્રમુખ રેસેપ તૈયપ એર્દોગન રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. ટ્રમ્પે એ વાત પર ભાર મૂક્યો કે, એર્દોગનની રાજદ્વારી ક્ષમતા યુદ્ધને સમાપ્ત કરવામાં મદદરૂપ થઈ શકે છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું એર્દોગન રશિયા-યુક્રેન યુદ્ધ રોકવામાં મદદ કરી શકે છે? તેના જવાબમાં સોમવારે ઈજિપ્તથી વ્હાઇટ હાઉસ પરત ફરતી વખતે એરફોર્સ વન વિમાનમાં મીડિયાને ટ્રમ્પે કહ્યું કે, 'એર્દોગન આ કરી શકે છે. રશિયા તેમનું સન્માન કરે છે.'
બીજી તરફ ગત અઠવાડિયે તુર્કીયેના પ્રમુખ એર્દોગને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 'રશિયા-યુક્રેન યુદ્ધમાં ન્યાયી અને કાયમી શાંતિ પ્રાપ્ત કરવા માટે રાજદ્વારી પહેલને વેગ આપવો જરૂરી છે.'
એર્દોગનના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, આ વાટાઘાટો ક્ષેત્રમાં શાંતિ સ્થાપિત કરવા માટે તુર્કીયેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ અંગે વૈશ્વિક ચિંતા વધી રહી છે. તુર્કીયે (જે નાટો સભ્ય અને રશિયા સાથે પણ ગાઢ સંબંધો પણ જાળવી રાખે છે)એ આ યુદ્ધમાં મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી ચૂક્યું છે. એર્દોગને વારંવાર બંને પક્ષો વચ્ચે વાતચીતને પ્રોત્સાહન આપવાની હિમાયત કરી છે.
ટ્રમ્પે બાદમાં પુષ્ટિ કરી કે હું શુક્રવારે વ્હાઈટ હાઉસમાં યુક્રેનનાપ્રમુખ ઝેલેન્સકી સાથે મુલાકાત કરીશ. ટ્રમ્પના આ નિવેદન પહેલા ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે, યુક્રેનનું એક પ્રતિનિધિમંડળ ઘણી બેઠકો માટે અમેરિકા માટે રવાના થયું છે અને શુક્રવારે અમેરિકન પ્રમુખ સાથે મુલાકાત કરશે.
(5:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
