<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

ઓએમજી....પાકિસ્તાન-તાલિબાન વચ્ચે થઇ ફરીથી ભયાનક અથડામણ

ખૈબર પખ્તુનખ્વાના કુર્રમ જિલ્લામાં થયો જોરદાર સંઘર્ષ:આખી રાતી થઇ ગોળીબારી:બંને પક્ષે ટેન્કોને થયું નુક્શાન:ચોકીઓ પર પણ કબ્જા કરવામાં આવ્યાc

નવી દિલ્હી: અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે થોડા કલાકોની શાંતિ પછી મંગળવારે રાત્રે ખૈબર પખ્તુનખ્વાના કુર્રમ જિલ્લામાં ફરી એકવાર અફઘાન તાલિબાન અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે જોરદાર સંઘર્ષ થયો. પાકિસ્તાને દાવો કર્યો કે અફઘાન તાલિબાન અને 'ફિત્ના અલ-ખ્વારીઝ'એ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો, જેના જવાબમાં પાકિસ્તાની સેનાએ સખત કાર્યવાહી કરી. બંને પક્ષે ટેન્કોને નુકસાન થયું અને ચોકીઓ પર કબજો કરવાના દાવા કરાયા.
આ અથડામણ પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફના નિવેદન પછી તરત થઈ, જેમણે સરહદ પરની તણાવપૂર્ણ સ્થિતિ અંગે ચેતવણી આપી હતી. પાકિસ્તાનના સૂત્રોએ દાવો કર્યો કે પાકિસ્તાની હુમલામાં તાલિબાનની ઘણી ચોકીઓને ભારે નુકસાન થયું છે.
પાકિસ્તાની સૂત્રોએ પુષ્ટિ કરી કે જવાબી ગોળીબારમાં એક તાલિબાની ટેન્ક નાશ પામી, જેના પગલે હુમલાખોરો ચોકીઓ છોડીને ભાગી ગયા. સંરક્ષણ સૂત્રો અનુસાર, પાકિસ્તાની સેનાઓ હાઇ એલર્ટ પર છે અને સરહદની સુરક્ષા માટે સક્ષમ છે. પાકિસ્તાને અન્ય એક હુમલામાં વધુ એક અફઘાન ટેન્ક નષ્ટ કરવાનો પણ દાવો કર્યો.

 

(6:16 PM IST)