તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th October 2025
અફઘાનિસ્તાનમાં 5.6ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા
અફઘાનિસ્તાન-તાજીકિસ્તાન બોર્ડર સહીત જમ્મુ-કશ્મીર સુધી ભૂકંપના ઝટકા અનુભવાયા:અગાઉ નાંગરહર વિસ્તારમાં 6ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ થયા હતા જેમાં 800 લોકોના મૃત્યુ નિપજ્યા હતા:2500થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં આજે શુક્રવારે (17 ઓક્ટોબર) ભૂકંપના આંચકા અનુભવાયા છે. રેક્ટર સ્કેલમાં ભૂકંપની તીવ્રતા 5.6 આંકવામાં આવી છે. જેમાં અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન બોર્ડર સહિત જમ્મુ-કાશ્મીર સુધી ભૂકંપના આંચક અનુભવાયા. તમને જણાવી દઈએ કે, અગાઉ ગત સપ્ટેમ્બરમાં પૂર્વીય અફઘાનિસ્તાનના નાંગરહર વિસ્તારમાં 6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં 800 લોકોના મોત નીપજ્યા હતો. જ્યારે 2500થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. નાંગરહાર અને કુનાર જેવા પૂર્વીય ક્ષેત્ર પાકિસ્તાન બોર્ડર પર આવેલા છે, જ્યાં ફોલ્ટ લાઇન સક્રિય છે.
(5:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
