<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

ચોંકાવનારો અભ્યાસ: રાત્રે તેજસ્વી રોશની કે સ્ક્રીનની લાઈટ હૃદય રોગના હુમલાનું જોખમ ૫૬% સુધી વધારી શકે છે ?

સૂર્યાસ્ત પછી ઘરની લાઇટ્સ મંદ કરી દેવી જોઈએ અને હૃદયને સ્વસ્થ રાખવા માટે સૂતા પહેલા સ્ક્રીનના ઉપયોગથી દૂર રહેવું જોઈએ

અમેરિકન મેડિકલ એસોસિએશન (જેએએમએ) નેટવર્કમાં પ્રકાશિત થયેલા એક નવા અભ્યાસ મુજબ, રાત્રે તેજસ્વી પ્રકાશ અથવા સ્ક્રીનની લાઈટના સંપર્કમાં રહેવું તમારા સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે. સંશોધન સૂચવે છે કે રાત્રિ દરમિયાન તેજસ્વી પ્રકાશ શરીરની કુદરતી 'સર્કેડિયન રિધમ' (આંતરિક ઘડિયાળ)ને ગંભીર રીતે બગાડે છે અને હૃદય રોગના હુમલા (હાર્ટ એટેક)નું જોખમ ૫૬% સુધી વધારી શકે છે.

વિશેષજ્ઞો સલાહ આપે છે કે સૂર્યાસ્ત પછી ઘરની લાઇટ્સ મંદ કરી દેવી જોઈએ અને હૃદયને સ્વસ્થ રાખવા માટે સૂતા પહેલા સ્ક્રીનના ઉપયોગથી દૂર રહેવું જોઈએ.

 

(10:33 AM IST)