News of Tuesday, 28th October 2025
ChatGPT પર દર અઠવાડિયે 10 લાખ લોકો કરે છે આત્મહત્યાની વાત
આ ખુલાસો ખુદ OpenAI દ્વારા કરવામાં આવ્યો:કરોડો યુઝર્સ માનસિક સ્વાસ્થ્ય અને માનસિક તણાવ વિશે AI સાથે ચર્ચા કરે છે:ચેટબોટ સાથે પોતાની પરેશાનીઓની કરે છે વાત

નવી દિલ્હી: OpenAIની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સર્વિસ ChatGPT પર કરોડો યુઝર્સ આત્મહત્યા વિશે વાતચીત કરી રહ્યા છે, જેનો ખુલાસો ખુદ OpenAI દ્વારા કરવામાં આવ્યો છે. OpenAIએ જણાવ્યું કે કરોડો યુઝર્સ માનસિક સ્વાસ્થ્ય અને માનસિક તણાવ વિશે AI સાથે ચર્ચા કરે છે. કંપનીના જણાવ્યાનુસાર, 80 કરોડ યુઝર્સમાંથી દર અઠવાડિયે 10 લાખ લોકો ChatGPT પર આત્મહત્યા વિશે ચેટિંગ કરે છે. તેઓ ચેટબોટ સાથે પોતાની પરેશાનીઓ વિશે વાત કરે છે અને તેની સલાહ પણ લે છે. જો કે, આ આંકડો કુલ યુઝરબેઝના લગભગ 0.15 ટકા જેટલો છે.'
કંપનીએ સ્પષ્ટ કર્યું કે આ ડેટા અને પ્રશ્નો એ વાતનો પુરાવો છે કે લોકો ChatGPT પ્રત્યે કેટલી લાગણી ધરાવે છે. જોકે, કંપનીએ એ નથી જણાવ્યું કે તે યુઝર્સને શું પ્રતિભાવ આપે છે.
OpenAI દ્વારા એ વાતની પણ જાહેરાત કરવામાં આવી છે કે ઘણાં યુઝર્સ ચેટજીપીટી સાથે ઇમોશનલ રીતે જોડાઈ શકે છે. ડેટા અનુસાર ઘણાં યુઝર્સના અઠવાડિયાની વાતચીત અનુસાર તેમનામાં મનોવિકૃતિ જોવા મળે છે. આ પ્રકારની વાતચીત ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ એમ છતાં ઘણાં યુઝર્સમાં એ છે. OpenAIના અંદાજા પ્રમાણે આ ઇશ્યુ દર અઠવાડિયે હજારો લોકોમાં જોવા મળે છે.
OpenAIના મતે, આ પ્રકારની વાતચીતની સંખ્યા ભલે ઓછી હોય, પરંતુ તેના પર ધ્યાન આપવું જરૂરી છે. આ માહિતી જાહેર કરતી વખતે, કંપનીએ એ પણ જણાવ્યું કે તે આ પ્રકારની ચેટ્સ પર કાર્ય કરી રહી છે.
OpenAIએ જાહેર કર્યું છે કે તે હાલમાં લગભગ 170 માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતોની મદદ લઈ રહ્યુ છે. આ નિષ્ણાતો AI ચેટબોટને તાલીમ આપશે કે તેણે આત્મહત્યા સંબંધિત પ્રશ્નોનો જવાબ કેવી રીતે આપવો અને યુઝર્સના તણાવને કેવી રીતે દૂર કરવો.
OpenAIને વિશ્વાસ છે કે નવું મોડેલ અગાઉના મોડેલ કરતાં અનેક ગણું સારું અને સચોટ પ્રતિભાવ આપી શકશે. તાજેતરના સમયમાં, વૈશ્વિક સ્તરે માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ચેટબોટની ભૂમિકા અંગે ચર્ચા ચાલી રહી છે.
(6:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
