હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટાલનો કાયમી ઈલાજ મળી ગયોઃ વૈજ્ઞાનિકોએ બનાવી ૨૦ દિવસમાં વાળ ઉગાડતી સીરમ
સાંભળવામાં આ કોઈ જાદુ જેવું લાગે પણ રિસર્ચના શરૂઆતી પરિણામો ચોંકાવનારાઃ નિષ્ક્રિય થઈ ચૂકેલા વાળના મૂળને ફરીથી સક્રિય કરી શકે છેઃ કોઈ સાઈડ ઈફેક્ટ પણ નહીં થાય

તાઇવાન તા.૨૯: આજના સમયમાં વાળ ખરવા ખાલી ઉંમર વધવાનો સંકેત નથી, પણ તણાવ, પ્રદૂષણ, ખરાબ ખાણીપીણી અને હોર્મોનલ અસંતુલન જેવી સમસ્યાઓનું પરિણામ બની ચૂક્યું છે. ઓફિસનું સ્ટ્રેસ, ખરાબ ઊંઘ, જંક ફૂડ અને કેમિકલવાળી પ્રોડક્ટ્સ વાળના મૂળને ધીમે-ધીમે નબળા કરે છે અને તેના કારણે વાળ પાતળા થઈ જાય છે. સ્કેલ્પ દેખાવા લાગે છે, જે ટાલની અસર દેખાવા લાગે છે. બજારમાં તમામ હેર ઓઇલ, ટોનિક અને ટ્રીટમેન્ટ મળે છે, પણ મોટા ભાગે ખાલી લોભામણી જાહેરાતો સુધી સીમિત રહી જાય છે. આવા સમયે એક નવી વૈજ્ઞાનિક શોધે આ તમામ લોકોના દિલમાં આશા જગાડી છે, જે વર્ષોથી વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છે. તાઇવાનના વૈજ્ઞાનિકોએ હાલમાં એક એવી હેર સીરમ તૈયાર કરી છે, જે ખાલી ૨૦ દિવસમાં વાળ ઉગાડી શકે છે. સાંભળવામાં આ કોઈ જાદુ જેવું લાગે છે, પણ રિસર્ચના શરૂઆતી પરિણામો ચોંકાવનારા છે.
આ શોધ કરી છે National Taiwan University (NTU)ના શોધકર્તાઓએ. તેમણે એવી સીરમ બનાવી છે, જે નિષ્ક્રિય થઈ ચૂકેલા વાળના મૂળને ફરીથી સક્રિય કરી શકે છે. મોટા ભાગે જ્યારે વાળ ખરે છે, તો વાળના મૂળ સુપ્ત અવસ્થામાં જતા રહે છે એટલે કે તે વાળ બનાવવાનું બંધ કરી દે છે. આ સીરમ આ જડને ફરીથી જગાડે છે, જેનાથી નવા વાળ ઉગવા લાગે છે. ટીમનું કહેવું છે કે, આ સીરમ ફેટી એસિડ્સ અને પ્રાકૃતિક યૌગિકોથી તૈયાર કર્યું છે, જે સ્કેલ્પના ટિશ્યૂમાં ઊંડાઈ સુધી પહોંચી સેલ્સને એક્ટિવ કરે છે.
કેવી રીતે કામ કરે છે આ સીરમ? વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, આ સીરમમાં બે મુખ્ય તત્ત્વ છે-ઓલિક એસિડ અને પામિટોલેઈક એસિડ. આ તત્ત્વ શરીરમાં જોવા મળતા પ્રાકૃતિક ફેટી એસિડ છે, જે સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશન અને પોષણને વધારે છે. શોધકર્તાઓએ તેને આલ્કોહોલ સાથે આવી રીતે તૈયાર કર્યું છે કે તે આસાનીથી ત્વચામાં અવશોષિત થઈ શકે. શરૂઆતી ટેસ્ટમાં આ સીરમને ઉંદર પર લગાવ્યું અને પરિણામ અદ્ભૂત મળ્યા. ખાલી ૨૦ દિવસમાં વાળ ફરી વાર ઊગી નીકળ્યા. ત્યાર બાદ શોધ ટીમના મુખ્ય પ્રોફેસર Sung-Jan Linએ તેને ખુદ પોતાના પગ પર ટેસ્ટ કર્યું અને ત્રણ અઠવાડિયાની અંદર નવા વાળની વૃદ્ધિ જોવા મળી.
અત્યાર સુધીમાં શું પરિણામ આવ્યા? જો કે હજુ સુધી સીરમ માણસો પર મોટા પાયે ટ્રાયલમાંથી પસાર થઈ નથી, પણ શરૂઆતી પરિણામ ખૂબ જ સકારાત્મક છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ સીરમ હેર ગ્રોથ સાયકલને એક્ટિવ કરે છે અને નિષ્ક્રિય સ્ટેમ સેલ્સને ફરીથી જાગૃત કરે છે. તેનાથી હેર ફોલિક્સ ફરી વાર વાળ ઉગાડવા લાગે છે. જો તે માણસો પર પણ સફળ થાય છે, તો આ ટાલના ઇલાજમાં સૌથી મોટો વૈજ્ઞાનિક બ્રેકથ્રૂ સાબિત થઈ શકે છે.
આજે મોટા ભાગના લોકો વાળની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. પછી તે વાળ ખરતા હોય, નબળા વાળ કે પછી ટાલ. આવા સમયે આ સીરમ તેમના માટે આશાનું કિરણ બની શકે છે. શોધકર્તાનો દાવો છે કે આ પ્રોડક્ટ એકદમ પ્રાકૃતિક અને હોર્મોન ફ્રી છે. એટલા માટે તેની કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય. જો કે હજુ તે બજારમાં નથી આવી, પણ આશા છે કે આવનારા સમયમાં આ ટ્રીટમેન્ટ ક્લિનિકલ ટ્રાયલ બાદ સામાન્ય લોકો માટે પણ મળતી થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
