તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Wednesday, 29th October 2025
યુટ્યુબ દ્વારા હાલમાં જ લેવાયો એક મોટો નિર્ણય
એજ રિસ્ટ્રિક્શન કન્ટેન્ટમાં કરવા જઈ રહ્યું છે કેટલાક બદલાવ:વીડિયોમાં જો હિંસા દેખાશે એ વીડિયોને યુટ્યુબ દ્વારા બેન કરી દેવામાં આવશે

નવી દિલ્હી: યૂટ્યુબ દ્વારા હાલમાં જ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓ હવે તેમના એજ-રિસ્ટ્રિક્શન કન્ટેન્ટમાં હવે કેટલાક બદલાવ કરવા જઈ રહ્યા છે. યૂટ્યુબ પર વીડિયો ગેમ્સના ઘણાં વીડિયો હોય છે જેને ગેમપ્લે કહેવામાં આવે છે. ગેમર્સ અથવા તો સ્ટ્રીમર્સ દ્વારા એને પોસ્ટ કરવામાં આવ્યા હોય છે. આ પ્રકારના વીડિયોમાં જ્યાં પણ હવે હિંસા દેખાશે એ વીડિયોને હવે યૂટ્યુબ દ્વારા બેન કરી દેવામાં આવશે. 18 વર્ષથી નાની ઉંમરના યુઝર્સ આ વીડિયોને હવે નહીં જોઈ શકે. આ વિશે યૂટ્યુબ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ વીડિયોની લંબાઈ અને ગ્રાફિક્સમાં કેવા દૃશ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે એના પર ધ્યાન આપશે. આ સાથે જ યૂટ્યુબ એ વાતનું પણ ધ્યાન આપશે કે વીડિયોમાં જે હિંસા થઈ રહી છે એ મનુષ્ય જેવા દેખાતા પાત્ર સાથે જ થઈ રહી છે કે કેમ. જો એવું હશે તો એ વીડિયોને તરત જ નાના બાળકો માટે બેન કરી દેવામાં આવશે. ગ્રાન્ડ થેફ્ટ ઓટો, PUBG (BGMI) અને કોલ ઓફ ડ્યુટી જેવી ગેમ હિંસા માટે જાણીતી છે. તેમ જ તેમના પાત્રો પણ એકદમ રિયલ દેખાય છે. આથી યૂટ્યુબ દ્વારા એનું શું કરવામાં આવશે એ વિશે હજી સુધી
જાહેરાત કરવામાં નથી આવી.
યૂટ્યુબ દ્વારા કહેવામાં આવ્યું છે કે કેટલાક કન્ટેન્ટને રિસ્ટ્રિક્ટ કરવામાં આવશે જેમાં ઝૂમ ઇન કરવામાં આવ્યું હોય. આ વિશે યૂટ્યુબ દ્વારા ક્રિએટર્સને કહેવામાં આવ્યું છે કે તેમના વીડિયો રિસ્ટ્રિક્ટેડ ન થાય એ માટે કેટલાક રસ્તા છે જેનો ઉપયોગ કરી શકાય છે. આ માટે હિંસાના જે દૃશ્યો છે એને બ્લર કરી દેવા જેનાથી વીડિયોનો સમાવેશ એમાં કરવામાં નહીં આવે.
યૂટ્યુબમાં હાલમાં પણ પોલિસી છે જેમાં વીડિયોને રિસ્ટ્રિક કરવામાં આવે છે. જોકે આ વીડિયોમાં ટોર્ચરના, ઇન્જરીના અને ખૂબ જ હિંસક રીતે મૃત્યુ થાય એના વીડિયોને રિસ્ટ્રિક કરવામાં આવે છે, જેમાં ખૂબ જ બ્લડ દેખાતું હોય. હાલની પોલિસી અનુસાર મેટાડેટામાં લખ્યું હોય કે આ વીડિયોને ફિક્શનલ છે તો એને બેન કરવામાં નહોતા આવતા હતા. જો કે 17 નવેમ્બરથી એને પણ બેન કરવામાં આવશે.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
