તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st October 2025
કળયુગી કુમાતાનું કારસ્તાનઃ ૪ નવજાતને જન્મ આપી મારી નાખ્યા
જેસિકા માઉથને જામીન વિના જેલ મોકલવામાં આવી છે, હવે તેને ટ્રાયલનો સામનો કરવો પડશે

ન્યુયોર્ક,તા.૩૧: ક્રાઇમની દુનિયામાં એકથી એક ચડિયાતા કિસ્સાઓ સામે આવતા રહે છે. તમે અવારનવાર સમાચાર વાંચતા કે સાંભળતા હશો કે, સગી માતા પોતાના બાળકનો જીવ લેતા અચકાતી નથી. આવો જ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક ૩૯ વર્ષની માએ ચાર નવજાત બાળકોને પહેલા જન્મ આપ્યો અને પછી બાળકોને મોતને ઘાટ ઉતાર્યા પછી એ જ ઘરમાં મૃત બાળકો સાથે રહેવા લાગી.
આ કળયુગી માનું નામ જેસિકા માઉથે છે. જેસિકાએ પોતાના જ ઘરમાં પોતાના ૪ બાળકોની લાશને છુપાવી રાખી. જેસિકાના ઘરના એક કબાટમાં ટુવાલ અને કચરાની બેગમાં વીંટાળેલા એક નવજાતની લાશ મળી. એટલું જ નહીં તેણે આવી જ રીતે અન્ય ત્રણ નવજાતની લાશને છુપાવી રાખી હતી.
આ કેસ ત્યાર સામે આવ્યો જ્યારે થોડા અઠવાડિયા પહેલા જેસિકાના મકાન માલિકે ઘર ખાલી કરવાની નોટિસ આપી. જ્યારે મકાન માલિક સામાન જોવા ઘરે પહોંચ્યો તો એક કબાટમાં ટુવાલ અને કચરાની બેગમાં વીંટાળેલા નવજાતની લાશ મળી. તેણે તરત પોલીસને જાણ કરી. પોલીસે જ્યારે ઘરની તપાસ કરી તો અન્ય ૩ બાળકોની લાશ મળી આવી. જ્યારે જેસિકા માઉથને અદાલતમાં રજૂ કરવામાં આવી તો તેણે તમામ આરોપોથી ઇનકાર કરી દીધો.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે જેસિકાએ દરેક બાળક વિશે જુદા-જુદા નિવેદન આપ્યા. તેણે બધા બાળકોને બાથરૂમમાં જન્મ આપ્યો હતો. પહેલા બાળક વિશે તેણે કહ્યું કે તેણે ‘ધીમો અવાજ' સાંભળ્યો, પછી તે બેભાન થઈ ગઈ. હોશમાં આવતાં બાળક મરી ચૂક્યું હતું. બીજા અને ત્રીજા બાળકો વિશે તેણે કહ્યું કે, તેઓ કદાચ સ્ટિલબોર્ન (મૃત જન્મ્યા) હતા. ચોથા બાળકની વાર્તા થોડી અલગ છે, પોલીસે જણાવ્યું કે, તેણે ચોથા બાળકને ટોયલેટમાં જન્મ આપ્યો અને બાળક જીવિત હતું. તેણે બાળકની અવાજ સાંભળ્યો, પરંતુ થોડા મિનિટ સુધી તેને ત્યાં જ રહેવા દીધું. પછી તેણે બાળકને બહાર કાઢ્યું, ટુવાલમાં લપેટ્યું અને લગભગ ૧૫-૨૦ મિનિટ સુધી તેની ગોદમાં રાખ્યું, જ્યાં સુધી બાળક શાંત ન થઈ ગયું. તેણે જણાવ્યું કે તેને ખબર નથી કે બાળક તેના પકડવાથી મર્યું કે તેના મોઢા અને નાક ઢંકાઈ જતા શ્વાસ રૂંધાવાથી મર્યું.
જેસિકાના વકીલ ચક પાસ્કલે અદાલતમાં કહ્યું કે પોલીસ પાસે કોઈપણ બાળકના મૃત્યુનો પુરાવો નથી. ન તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે, ન તો આ સાબિત થયું છે કે બાળકો જન્મ પછી જીવતા હતા. વકીલે કહ્યું કે જેસિકાના નિવેદનો પર ભરોસો કરી શકાતો નથી, કારણ કે તે ત્યારે લોહીની ઉણપ, દુખાવો અને માનસિક રીતે પરેશાન હતી. જેના પછી જજ જે. ગેરી ડેકોમોએ બચાવ પક્ષની દલીલોને નકારી દીધી અને બધા આરોપો યથાવત રાખ્યા. જેસિકા માઉથને જામીન વિના જેલ મોકલવામાં આવી છે. હવે તેને ટ્રાયલનો સામનો કરવો પડશે. આગામી સુનાવણીની તારીખ હાલ નક્કી થઈ નથી. હાલ કેસની તપાસ ચાલુ છે. (૪૦.૧૬)
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
